બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Mahamanthan / TET-TAT પાસ ઉમેદવારોની કાયમી ભરતીમાં મુશ્કેલી શું? 11 મહિનાના કરાર આધારિત ભરતી કેમ?
Last Updated: 09:08 PM, 18 June 2024
સરકારે વિદ્યાસહાયકની યોજના તો વર્ષો થયે અમલમાં મુકી છે તેમ છતા રાજ્યનો સરેરાશ યુવાન શિક્ષક બનવાની ઈચ્છા ધરાવે છે એમા બે મત નથી. જ્યારે જ્યારે પણ શિક્ષકોની ભરતી આવી ત્યારે નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ હજારોની સંખ્યામાં અરજી કરી છે, અને મહેનત કરીને સફળતા પણ મેળવી શક્યા છે. વિમાસણ અને વિરોધ અહીંથી જ શરૂ થાય છે. શિક્ષક બનવા માટે જે ઉમેદવારો લાયક બન્યા તેમના નસીબમાં હજુ સુધી કાયમી ભરતીનો સૂરજ ઉગ્યો નથી.
ADVERTISEMENT
સરકાર જ્ઞાન સહાયક જેવા રૂપાળા નામથી 11 મહિનાની કરાર આધારીત ભરતીનું ચલક ચલાણું ચલાવ્યા કરે છે, અને સાથે-સાથે આશ્વાસન આપતી જાય છે કે કાયમી ભરતી કેલેન્ડર પ્રમાણે થશે જ. શિક્ષકની નોકરીનું સપનું જોતા અનેક ઉમેદવારોની ધીરજ હવે ખૂટી રહી છે. ગયા વર્ષે જેમ જ્ઞાન સહાયક યોજનામાં નિમણૂંક છતા પણ કેટલાય ઉમેદવારો હાજર નોહતા થયા તેમ જ આ વર્ષે પણ જ્ઞાન સહાયક યોજના સામે ઉમેદવારોનો વિરોધ યથાવત છે.
ADVERTISEMENT
ગાંધીનગરમાં ઉમેદવારોનો સરકાર સામે વિરોધ ઘર્ષણના સ્તર સુધી ઉગ્ર બન્યો અને પોલીસને ઉમેદવારો સામે બળપ્રયોગની પણ ફરજ પડી. યુવાનોના આક્રોશ કે કાયદો હાથમાં લેવાના દ્રશ્યો સિવાયની બાજુ ઉપર નજર કરીએ, તો આ યુવાનોની સ્થિતિ પણ સમજી શકાય છે. જે ઉમેદવારોએ મહેનત કરીને શિક્ષક બનવાની લાયકાત મેળવી છે તેમની ઉંમર હવે સરકારી નોકરીની મર્યાદા વટાવી ચુકી છે. ઉમેદવારોનો દરેક વર્ષે વધતો જતો આક્રોશ અને સામે પક્ષે, સરકારની પણ શિક્ષણ જેવા ગંભીર વિષયમાં કરાર આધારીત ભરતીથી આગળ ન વધવાની વાત, વર્તમાનના સવાલોના જવાબ આપી શકતી નથી, અને ભવિષ્યમાં જે સવાલો ઉભા થશે એનો સરવાળો થશે.
ADVERTISEMENT
TET-TATના ઉમેદવારોની માગ શું છે?
ADVERTISEMENT
વિદ્યાસહાયકોની ભરતીમાં જગ્યા વધારવામાં આવે છે. પ્રવાસી શિક્ષકોની પ્રથા નાબૂદ થાય. શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે. તેમજ ખાલી પડેલી તમામ જગ્યા ઉપર શિક્ષકોની કાયમી ભરતી થાય છે. તત્કાલિન શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 2022માં ભરતીની જાહેરાત કરી હતી. 2022માં 3300 વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરી હતી. TET-TAT ઉમેદવારો ઈચ્છે છે કે હવે 18 હજાર જગ્યા ઉપર ભરતી થાય.
ફરી વિરોધ કેમ થયો?
ADVERTISEMENT
સરકારે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં જ્ઞાનસહાયકની યોજના અમલી બનાવી છે. જ્ઞાનસહાયકની જગ્યા 11 મહિનાના કરાર આધારીત છે. ટેટ-ટાટ પાસ કર્યા બાદ માત્ર 11 મહિના માટે ઉમેદવારો નોકરી કરવા ઈચ્છુક નથી. ગત વર્ષે માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હજારો શિક્ષકો હાજર થયા ન હતા. નિમણૂંક બાદ પણ શિક્ષકો હાજર ન થયા એટલે ઘણી જગ્યા ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર ફરી જ્ઞાનસહાયકની પ્રક્રિયા શરૂ કરી રહી છે. જ્ઞાનસહાયકની ભરતી સામ ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં રોષ છે.
ADVERTISEMENT
TET-TAT ઉમેદવારોનો વિરોધ શું?
જ્ઞાન સહાયકના ઉમેદવારોને કોઈ સેવા વિષયક હક નહીં મળે. તેમજ 11 મહિનાનો સમય પૂરો થતા કરાર આપમેળે રદ થશે. શિક્ષકોની ઘટ છતા કરાર આધારીત ભરતીનો વિરોધ થયો છે.
સરકારનો તર્ક શું છે?
કાયમી ભરતી રદ કરી નથી. કેલેન્ડર પ્રમાણે શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જ્ઞાન સહાયક તરીકે જોડાનારને કાયમી ભરતીમાં તક મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.