બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા જાણી લેજો 18, 22 અને 24 કેરેટ વચ્ચેનો તફાવત
Last Updated: 04:04 PM, 3 February 2025
ભારતમાં મોટા પ્રમાણમાં લોકો સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે કરે છે. ઘણા લોકો લગ્ન, સમારોહ કે તહેવાર પર સોનાના ઘરેણાં પહેરતાં હોય છે. આ સિવાય દેશમાં ઘણા લોકો સોનાને ઇન્વેસ્ટ માટે પણ ખરીદે છે.
ADVERTISEMENT
બજારમાં જ્યારે આપણે સોનું ખરીદવા જઈએ છીએ તે દરમિયાન 18, 22 અને 24 કેરેટનું સોનું મળે છે. ત્યારે શું તમને ખબર છે કે 18,22 અને 24 કેરેટ સોનામાં શું તફાવત હોય છે? જો તમને નથી ખબર તો આના વિષે જાણવું જરૂરી છે. કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવે છે. સોનુ જેટલા વધારે કેરેટનું એટલું જ વધારે શુદ્ધ. તો ચાલો જાણીએ કે 18, 22 અને 24 કેરેટ સોનાના અંતર વિશે જાણીએ.
ADVERTISEMENT
24 કેરેટ સોનુ
24 કેરેટનું સોનુ સંપૂર્ણ રૂપે શુદ્ધ હોય છે. આમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી હોતી. બજારમાં 24 કેરેટ સોનાને 99.9% શુદ્ધ માનવામાં આવે છે. 24 કેરેટ સોનું ઘણું ચમકીલું હોય છે.
આ કારણે આની શાઈનિંગથી ખબર પડી જાય છે કે આ 24 કેરેટનું સોનું છે. શુદ્ધ હોવાના કારણે 24 કેરેટ સોનું 22 કે 18 કેરેટની સરખામણીએ વધારે મોંઘું હોય છે. 24 કેરેટ સોનું ઘણુ નરમ અને લચીલું હોય છે. આ જ કારણે આનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં નથી થતો.
22 કેરેટ સોનુ
22 કેરેટ સોનાનો ઉપયોગ મોટાભાગે સોનાના ઘરેણાં બનાવવામાં થાય છે. માત્રા અનુસાર આને 91.67% શુદ્ધ સોનું કહેવામાં આવે છે. આને બનાવવામાં તાંબુ, તાંબુ, જસત અને ચાંદી જેવી અન્ય ધાતુઓનો પણ ઉપયોગ થાય છે. આ કારણોસર 22 કેરેટ સોનુ ઘરેણાં માટે આદર્શ માનવામાં આવે છે.
વધુ વાંચોઃવાઘનું મોઢું ગંધાય છે એવું કોણ કહે? તમને સાતમી વખત ટિકિટ આપવી પડશે, સી આર પાટિલનો કટાક્ષ
18 કેરેટ સોનુ
18 કેરેટમાં 75% ભાગ સોનાનો હોય છે. ત્યારે આમાં 25% અન્ય ધાતુઓને મિક્સ કરવામાં આવે છે. 24 કેરેટ અને 22 કેરેટની તુલનામાં 18 કેરેટનું સોનું વધારે સસ્તું હોય છે. 18 કેરેટનું સોનુ ટકાઉ અને મજબૂત હોય છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.