બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / ટેકાના ભાવની ભલામણમાં ખેડૂતને કેટલો લાભ? ભાવપંચ પંચની ભલામણ, મુશ્કેલી શું?
Last Updated: 09:35 PM, 10 June 2024
ખેડૂતો માટેના ટેકાના ભાવની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે. રાજ્યના ભાવપંચની બેઠક મળી છે. જેમાં રવી સિઝન માટે ખેડૂતોને ટેકાના ભાવ કેટલા મળવા જોઈએ તેની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવી. આવી ભલામણ દર વર્ષે થતી રૂટીન પ્રક્રિયા છે. રાજ્ય સરકાર તો પોતાના તરફથી ભલામણ કરે છે પરંતુ કેન્દ્ર સરકાર તેમાથી કેટલી સ્વીકારે છે તે અલગ ચર્ચાનો મુદ્દો છે. ટેકાના ભાવની યોજના કાગળ ઉપર તો ઘણી જ સારી છે પણ મોટેભાગે ટેકાના ભાવ સરકાર જ્યારે જાહેર કરે છે. ત્યારે તે ખેડૂતને પરવડે તેવા હોતા નથી. રવી પાકની સિઝન માટે રાજ્ય સરકારના દાવા પ્રમાણે તેમના તરફથી 8 ટકા જેટલા વધારાની ભલામણ મોકલવામાં આવી છે.
ADVERTISEMENT
જો કે ગયા વર્ષની જ ખરીફ સિઝનની જ વાત કરીએ તો રાજ્ય સરકારે જે ટેકાના ભાવની ભલામણ કરી હતી તેનાથી ઓછો ભાવ વધારો ખેડૂતોને આપવામાં આવ્યો હતો. ટેકાના ભાવ જાહેર કરતી વખતે ખરેખર તો સ્વામીનાથન સમિતિએ ઈનપુટ કોસ્ટ, પારિવારિક શ્રમ અને 50 ટકા નફો, આ ત્રણ વસ્તુ ધ્યાને લેવાની સ્પષ્ટ ભલામણ કરી હતી પરંતુ તેનો હજુ વ્યવહારિક અમલ થયો નથી. સરકારે રવી પાકના ટેકાના ભાવની જે ભલામણ કરી તે પ્રતિ મણના ભાવના હિસાબથી અત્યારે જરૂર યોગ્ય લાગે પણ એનો ફાયદો ખરેખર ખેડૂતને ત્યારે જ થાય જ્યારે ખેડૂતને પોતાના ખર્ચ કરતા વધુ વળતર મળે. એટલે ફરી ફરીને સવાલ એક જ આવીને ઉભો રહે છે કે ટેકાના ભાવથી ખેડૂતને લાભ કેટલો?
ADVERTISEMENT
ભાવપંચની ભલામણ શું?
2023-24માં રવી સિઝનમાં ભાવપંચની ભલામણ
ટેકાના ભાવની યોજના સમજો
કેન્દ્ર સરકારે રાજ્યોમાં યોજના લાગુ કરી છે. ખરીફ અને રવી પાકનાં ટેકાનાં ભાવની ભલામણ કેન્દ્રને કરવામાં આવે છે. પાક ઉત્પાદન ખર્ચની ગણતરી કરીને ભાવ નક્કી થાય છે. જે તે પાકની સિઝન પહેલા સરકાર ભાવ જાહેર કરે છે. જે તે પાકની સિઝન પહેલા સરકાર ભાવ જાહેર કરે છે. ખેત પેદાશનાં પ્રવર્તમાન ભાવ નીચા જાય તો નોડલ એજન્સી સક્રિય થાય છે. નોડલ એજન્સી ખેત પેદાશની ટેકાનાં ભાવે ખેડૂત પાસેથી ખરીદી કરે છે.
ખેડૂતની મુશ્કેલી શું?
ગુજરાતનાં ખેડૂતોને 6 ટકા પાક એક અંદાજ મુજબ ટેકાનાં ભાવે ખરીદાય છે. બાકીનો પાક ઓપન માર્કેટમાં નીચા ભાવે વેચવો પડે છે. ખેડૂતનો પાક લાંબો સમય સંગ્રહ થઈ શકે એવી સ્થિતિમાં હોતો નથી. ખાતર ઉપરની સબસીડી મિક્સ ફર્ટિલાઈઝરમાં શૂન્ય થઈ એટલે ખર્ચ વધ્યો છે. બિયારણ અને લેબર ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.
2023-24ની ખરીફ સિઝનની સ્થિતિ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.