બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / what is silent heart attack and symptoms diabetes family history high blood pressure cholesterol have risk factors

હેલ્થ / સાયલન્ટ હાર્ટ એટેક: જે સંકેત વિના લઇ શકે છે તમારો જીવ! જુઓ કોના માથે સૌથી વધારો જોખમ, આ છે તેના લક્ષણ

Manisha Jogi

Last Updated: 09:47 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો સાયલન્ટ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. લોકો તંદુરસ્ત રીતે હરતા ફરતા હોય છે અને એકદમથી હાર્ટ એટેક આવી જાય છે.

  • અનેક લોકો સાયલન્ટ હાર્ટ એટેકનો શિકાર.
  • હ્રદયમાં શું તકલીફ થાય છે તે ખબર પડતી નથી. 
  • સાયલન્ટ હાર્ટ એટેકના શું લક્ષણો હોય છે?

ન્યૂઝપેપર અને ટીવી ચેનલોમાં અનેક એવી ઘટનાઓ વિશે સાંભળવા મળે છે કે, લોકો સાયલન્ટ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. જેના કારણે લોકોને ખબર જ નથી પડતી કે, તેમને હાર્ટ એટેક આવ્યો છે. મેડિકલ સારવાર મળે તે પહેલા જ મોતને ભેટી જાય છે. લોકો તંદુરસ્ત રીતે હરતા ફરતા હોય છે અને એકદમથી હાર્ટ એટેક આવી જાય છે. સાયલેન્ટ હાર્ટ એટેક આવે તે પહેલા દર્દીને ખબર જ નથી હોતી કે, તેમને હ્રદયમાં શું તકલીફ થઈ રહી છે. 

હાર્ટ એટેક અને સાયલન્ટ હાર્ટ એટેક એકબીજાથી કેવી રીતે અલગ છે?
સાયલન્ટ હાર્ટ એટેક આવે તે પહેલા કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. આ પ્રકારના હુમલાને હાર્ટ એટેક તરીકે ઓળખવામાં આવે તે પહેલા જ દર્દીનું મૃત્યુ થઈ જાય છે. સાયલન્ટ હાર્ટ એટેકના કારણે વ્યક્તિને છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો જોવા મળતા નથી. આ લક્ષણોને હ્રદય હુમલાના ગંભીર લક્ષણો માનવામાં આવે છે. 

દર્દીને શું થાય છે?
જે લોકોને સાયલન્ટ હાર્ટ એટેક આવે છે, તેમને છાતીમાં બળતરા, ફ્લૂ અથવા છાતીની માંસપેશીઓ ખેંચાતી હોય તેવું લાગે છે. સાયલન્ટ હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને લોહીના પરિભ્રમણમાં રુકાવટ અને માંસપેશીઓમાં તકલીફ થાય છે. 


સાયલન્ટ હાર્ટ એટેકનું સૌથી વધુ જોખમ કોને છે?

  • ડાયાબિટીસના દર્દીઓ
  • મેદસ્વી વ્યક્તિઓ
  • હાઈ બ્લડપ્રેશરની સમસ્યા
  • હાઈ કોલસ્ટ્રોલની સમસ્યા
  • જે લોકો કસરત કરતા નથી
  • જેમને અગાઉ હાર્ટ એટેક આવ્યો હોય તે
  • તમાકુ અને સિગારેટનું સેવન કરતી વ્યક્તિ

બચવા માટે શું કરવું?
સાયલન્ટ હાર્ટ એટેક આવશે કે નહીં તે જાણવા માટે કોઈપણ ટેસ્ટ નથી. જો તમને હ્રદયની સમસ્યા છે અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલ છે અથવા તમને સાયલન્ટ હાર્ટ એટેક આવવાનું જોખમ છે, તો ડૉકટરનો સંપર્ક કરી લેવો અને ટેસ્ટ કરાવી લેવો. ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અથવા ઈકોકાર્ડિયોગ્રામ જેવા ઈમેજિંગ ટેસ્ટથી સાયલન્ટ હાર્ટ એટેક વિશે જાણી શકાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Health Care Silent Heart Attack Symptoms what is silent heart attack સાયલન્ટ હાર્ટ એટેક સાયલન્ટ હાર્ટ એટેક કોને આવી શકે? સાયલન્ટ હાર્ટ એટેક લક્ષણો Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ