બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેન ટિકિટમાં RLWL અને GNWL શું છે? બુકિંગ કરતા પહેલા જાણો કયા વેઇટીંગનો શું મતલબ
Last Updated: 02:38 PM, 14 July 2024
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને વારંવાર કન્ફર્મ ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમારે કન્ફર્મ બર્થ મેળવવી છે તો તમે મુસાફરીના ઘણા દિવસ પહેલા ટિકિટ બુક કરાવી પડે છે. જો કે જે દિવસે મુસાફરી કરવી હોય કે એક બે દિવસ પહેલા ટિકિટનું રિઝર્વેશન કરાવીએ છીએ તો ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં બુક થઈ જાય છે. હવે જ્યારે ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જાય છે, ત્યારે તેના પર GNWL, PQWL, RQWL વગેરે લખવામાં આવે છે પણ શું તમને ખબર છે તેનો અર્થ શું થાય છે.
ADVERTISEMENT
વેઇટિંગ ટિકિટની ઓળખ ટિકિટ નંબર પછી લખેલા WL દ્વારા થાય છે. જો કોઈ વ્યક્તિની ટિકિટમાં WL20 લખેલું હોય, તો તેનો અર્થ એ છે કે તે વેઇટિંગ લિસ્ટમાં 20મા સ્થાને છે. ઘણી વખત એવું બને છે કે બીજા મુસાફરની ટિકિટનું વેઇટિંગ લિસ્ટ વધારે હોવા છતાં ટિકિટ કન્ફર્મ થઈ જાય છે, પરંતુ તમારી ટિકિટનું વેઇટિંગ લિસ્ટ ઓછું હતું છતાં ટિકિટ કન્ફર્મ ન થિયા હોય.
ADVERTISEMENT
વાસ્તવમાં એવું હોય છે કે વેઇટિંગ ટિકિટની અલગ કેટેગરી હોય છે. GNWL, RLWL, PQWL, RLGN, RSWL જેવી ભારતીય રેલ્વે દ્વારા ઘણી પ્રકારની વેઇટિંગ ટિકિટ જારી કરવામાં આવે છે. લોકોમાં સૌથી વધુ મૂંઝવણ GNWL અને RLWL વચ્ચે હોય છે તો ચાલો જાણીએ આ બંને વચ્ચે શું અંતર છે.
જનરલ વેઇટિંગ લિસ્ટ એટલે કે GNWL વેઇટિંગ ટિકિટ જારી કરવામાં આવે છે જ્યારે તમે ટ્રેનના મૂળ સ્ટેશનથી મુસાફરી શરૂ કરો છો. કોઈ વ્યક્તિ ટ્રેનના રૂટના પહેલા સ્ટેશનથી મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવે છે અને તેની કન્ફર્મ થતી નથી તો તેની ટિકિટ GNWL એટલે કે જનરલ વેઇટિંગ લિસ્ટમાં જાય છે ટ્રેન જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી ટિકિટ બુક કરાવો તો કન્ફર્મ થવાની શક્યતા ઘણી વધુ હોય છે.
તેની સામે RLWL ને રિમોટ લોકેશન વેઇટિંગ લિસ્ટ કહેવામાં આવે છે. નાના સ્ટેશનો માટે આ બર્થ ક્વોટા છે. જો ટ્રેનના રૂટની વચ્ચે આવતા સ્ટેશનોમાં વેઇટિંગ લિસ્ટ હોય તો આ ક્વોટા આપવામાં આવે છે.
આ સિવાય હોય છે રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન (RAC). જેમાં પેસેન્જરને અડધી બર્થ આપવામાં આવે છે, એટલે કે જો RAC ટિકિટ હોય તો એક બર્થ પર બે પેસેન્જર એકસાથે મુસાફરી કરે છે. ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના વધારે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.