મહામંથન / સરકારી ભરતીના વિવાદમાં આક્રોશના કારણ શું છે?

આજે દિવસભર ગાંધીનગરમાં સિસ્ટમ સામે વિદ્યાર્થીઓ લાચાર જોવા મળ્યા. આ લાચારીની પાછળનું કારણ છે સિસ્ટમના સોદાગરોનું સેટિંગ. વાત LRD પેપર લીક કૌભાંડની હોય કે પછી બિનસચિવાલયના પેપરકાંડના સેટિંગની. તમામ મોરચે લાચાર બને છે માત્ર વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ. આમ તો સરકારી નોકરીના સપના જોઈ રહેલા નવ યુવાનો છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે મોરચો માંડીને બેઠા છે. તો કેટલાક લોકોને મેરિટ લિસ્ટમાં અનામતનો લાભ મળશે કે નહીં તેના પર મીટ મંડાયેલી છે. આખરે મામલો કેમ ગુંચવાયો છે અને સરકાર અને સિસ્ટમ સામે શું મુશ્કેલીઓ આવી રહી છે. તેના પર કોઈ ફોડ પડતો નથી કે પાડવા તૈયાર પણ નથી. પરંતુ અહીં સવાલ એ થાય છે કે સરકારી ભરતીના વિવાદમાં આક્રોશના કારણ શું છે. શું સરકારી ભરતીમાં ભ્રષ્ટાચારીઓનો ભરડો છે. શું વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓ સિસ્ટમના વાંકે લાચાર છે. આખરે આ કૌભાંડના તાર ક્યાં સુધી ફેલાયેલા છે. તેના પર કરીશું આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ