મહામંથન / સરકાર સામે વિવિધ મુદ્દે વિરોધના વધતા સૂર પાછળ શું છે કારણ ?

જયાં શાસન હશે ત્યાં વિરોધ પણ હશે એ વાત સ્વભાવિક છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સરકાર સામે વિવિધ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ, કે પછી ખેડૂતોની દેવામાફી કે તાજેતરમાં LRDની પરીક્ષામાં મેરિટ લીસ્ટનો વિવાદ. આ તમામ વિવાદોમાં ઓછુ હોય તેમ ABVP-NSUI વચ્ચેની બબાલ. સવાલ એ છે કે સરકાર અને જે કોઈ વિરોધકર્તા છે તેમની વચ્ચે સંવાદનો સેતુ તૂટી ગયો છે કે કેમ. અને એ તો સર્વવિદિત વાત છે કે જયાં સંવાદ નહીં હોય ત્યાં વિવાદ સર્જાય છે. આખરે વિરોધનો સૂર બુલંદ કેમ થઈ રહ્યો છે, આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ