બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Mahamanthan / ગુજરાતમાં ભાજપને હરાવવાની વાતનો રાહુલ ગાંધીનો તર્ક શું? 26 વર્ષથી ભાજપનો ગઢ છે ગુજરાત!
Last Updated: 09:09 PM, 1 July 2024
સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર બોલતા રાહુલ ગાંધી એક પછી એક મુદ્દા ઉપાડતા ગયા અને ચોમાસાના વરસાદની જેમ જ વાર-પલટવારનો જાણે કે વરસાદ થયો. ચર્ચા બૌદ્ધિકની સાથે-સાથે આક્રમક પણ રહી. હિંદુ અને હિંદુત્વની વાત કરીને રાહુલ ગાંધી ઘેરાયા એવું લાગ્યું ત્યાં રાહુલે પણ વળતા મુદ્દા રૂપે નીટની પરીક્ષા, અગ્નિવીર, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતના મુદ્દાથી પલટવાર કર્યો. મોટેભાગે જે રાષ્ટ્રીય મુદ્દા સંસદમાં ચર્ચાતા હતા તેમાં એક મુદ્દો એવો હતો જેની ચર્ચા ઓછી થઈ છે અને તે છે ગુજરાતનો. રાહુલ ગાંધીએ GSTની વાત કરતા કરતા ટેક્સટાઈલ વેપારીઓની વાત કરીને ગુજરાતને ચર્ચામાં લાવી દીધું.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ પડકાર ફેંક્યો છે કે આવતી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે. અત્યારે તો 2022ના ચૂંટણી પરિણામ જોતા એવું જ લાગે કે રાહુલ ગાંધીના વિચારો ઘણા સારા છે પણ તેની અમલવારીનો કોઈ રોડમેપ લાગતો નથી. 2022ની ચૂંટણીમાં ભાજપ જ્યાં ઐતિહાસિક સર્વોચ્ચ બેઠક સુધી પહોંચી શક્યું હતું તો કોંગ્રેસે ઐતિહાસિક ઓછી બેઠક જીતવાનો રેકોર્ડ બનાવ્યો. એટલું ચોક્કસ છે કે 2024ના ચૂંટણી પરિણામથી કોંગ્રેસમાં થોડુ જોમ જરૂર આવ્યું છે પરંતુ એ વાતનો ઈન્કાર બિલકુલ ન થઈ શકે કે ભલે પૂર્ણ બહુમતિ નહીં પરંતુ સૌથી મોટી પાર્ટી ભાજપ છે. અયોધ્યા, હિંદુત્વની વાત કરતા કરતા ગુજરાત સુધી વાત કેમ પહોંચી. જે દાયકાઓથી ભાજપનો ગઢ રહ્યો અને છે તે ગુજરાતમાં જીતની વાત રાહુલ ગાંધીએ કેમ કરી? આ હવામા તીર હતું કે ચોક્કસ તર્ક હતો, મુદ્દાઓ અનેક છે.
સંસદમાં વિપક્ષે ઉઠાવેલા મુદ્દા
ADVERTISEMENT
ભાજપ 156
કોંગ્રેસ 17
AAP 5
અન્ય 4
હું ગુજરાતની મુલાકાત લેતો રહું છું. હું કાપડના અનેક વેપારીઓને મળ્યો. GSTથી તમામ વેપારીઓ પરેશાન જણાયા. વેપારીઓએ કહ્યું કે GST મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે છે. નોટબંધી પણ અબજપતિઓના ફાયદા માટે છે. અમે આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું. તમે લખીને લઈ લો ઈન્ડિયા ગઠબંધન તમને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે.
સંસદમાં રાહુલ ગાંધી દેવતાઓની તસ્વીર લઈને આવ્યા છે. શિવજી, ગુરુનાનક, ઈસુ ખ્રિસ્ત, મહાવીર સ્વામીની તસ્વીર લઈને આવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું હિંદુ ક્યારેય હિંસક ન હોય. રાહુલે કહ્યું ભાજપ અને RSSના લોકો પાસે હિંદુત્વનો ઈજારો નથી. રાહુલે કહ્યું ભાજપવાળા હિંદુ છે જ નહીં. ચોવીસે કલાક હિંસાની વાત કર્યા કરે છે. રાહુલે હિંસાની વાત કરી કે સંસદમાં હોબાળો થયો. ખુદ પ્રધાનમંત્રીએ પણ દરમિયાનગીરી કરવી પડી. પ્રધાનમંત્રીએ કહ્યું કે એક સમુદાયને હિંસક કહેવો એ ગંભીર છે. રાહુલે બચાવમાં કહ્યું કે તેઓ ભાજપના નેતાઓની વાત કરી રહ્યા છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.