what is monkeypox virus and its sympotms and why it is spreading so fast in the world know about in detail
મહત્વનુ /
મંકીપોક્સ વાયરસ શા માટે છે ખતરનાક? જાણો લક્ષણોથી લઈ બચવાના ઉપાય સુધીની તમામ માહિતી
Team VTV01:24 PM, 20 May 22
| Updated: 01:40 PM, 20 May 22
મંકીપોક્સ વાયરસે દુનિયાભરનાં ડોક્ટરોની ચિંતા વધારી દીધી છે. આ આર્ટિકલમાં જાણો આ ગંભીર રોગના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો અને શા માટે આટલી ઝડપથી ફેલાય છે તેેનુંં કારણ
કોરોના પછી હવે મંકીપોક્સ વાયરસનો વારો
લક્ષણોમાં ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ હાથમાં અને શરીરમાં નીકળે છે
અમેરીકાએ 18મે 2022માં કરી પ્રથમ કેસની પુષ્ટી
મંકીપોક્સ વાયરસના દરરોજ નવા કેસ મળવાથી પુરી દુનિયામાં હડકંપ મચી ગયો છે. બ્રિટન પછી મંકીપોક્સ વાયરસે અમેરીકામાં પગ ફેલાવાનું શરુ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ કેનેડાની મુસાફરી કરીને પરત ફરેલ વ્યકિતમાં મંકીપોક્સ વાયરસના સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે.
હવે ઝડપથી વધી રહ્યો છે આ વાયરસ
હાલમાં જ, યુનાઈટેડ કિંગડમ, પોર્ટુગલ અને સ્પેનમાં મંકીપોક્સના કેટલાક કેસ સામે આવ્યા છે. આ રોગના ફેલાવાનો ખતરો હવે ઝડપથી વધી રહ્યો છે. મંકીપોક્સના કેસો સામાન્ય રીતે પશ્ચિમ અને મધ્ય આફ્રીકામાં જોવા મળે છે, પરંતુ હવે આ રોગના કેસો ક્યાંયથી પણ સામે આવી રહ્યા છે.
મંકીપોક્સ વાયરસના કેસો
મંકીપોક્સ વાયરસના કેસો વિશ્વના અલગ-અલગ ભાગોમાંથી આવી રહ્યા છે. આ વાયરસ હવે વિશ્વભરમાં પોતાનો પગ ફેલાવી રહ્યો છે. બ્રિટનમાં 6મે 2022 થી અત્યાર સુધી મંકીપોક્સના કેસોની પુષ્ટી કરવામાં કરવામાં આવી ચુકી છે. જ્યારે અમેરીકાએ 18મે 2022 માં કેનેડાની યાત્રા કરીને પરત ફરેલા એક નાગરીકમાં મંકીપોક્સ વાયરસના સંક્રમણના પ્રથમ કેસની પુષ્ટી કરી છે.
ઝડપથી ફેલાવાનું કારણ ?
વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે.
શું છે મંકીપોક્સ વાયરસ ?
આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે. તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં અછબડા સમાન છે. મંકીપોક્સની શોધ 1958માં વાંદરાઓના એક સમુહથી થઈ હતી, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું.
શું છે મંકીપોક્સ રોગના લક્ષણો ?
યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે.
આ વાયરસ કેવી રીતે ફેલાય શકે છે ?
સીડીસી અનુસાર આ રોગ કોઈ સંક્રમિત વ્યક્તિના શારીરિક પ્રવાહી, ઘા કે પછી શેર કરવામાં આવેલી વસ્તુઓના સંપર્કથી ફેલાય શકે છે.
આ વાયરસથી કેવી રીતે બચી શકાય ?
જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેના સંપર્કમાં ન આવો. સાથે જ તેના દ્ધારા ઉપયોગમાં લેવાયેલ કોઈ પણ વસ્તુ ન વાપરવી જોઈએ. આ ઉપરાંત આ પ્રકારના કોઈ પણ કેસની જાણકારી મળે તો તરત જ સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરો.