બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / શું છે 'ફ્રોગિંગ', કેવી રીતે કોઈ અજનબી તમારા ઘર પર કરી લે છે કબજો ? એક્સપર્ટે જણાવી છુટકારો મેળવવાની રીત

જાણવા જેવું / શું છે 'ફ્રોગિંગ', કેવી રીતે કોઈ અજનબી તમારા ઘર પર કરી લે છે કબજો ? એક્સપર્ટે જણાવી છુટકારો મેળવવાની રીત

Last Updated: 06:08 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના અનેક દેશોમાં ફ્રોગિંગની ચર્ચા થઈ રહી છે. આ ફ્રોગિંગ એટલે કોઈ તમારી જાણ બહાર તમારા બંધ પડેલા મકાનમાં રહેતું હોય છે. પરંતુ રાહતની વાત એ છે કે, ભારતમાં આવો કોઈ મામલો સામે નથી આવ્યો.

તમે તમારા શહેર કે ગામમાં નથી રહેતા તેવી જગ્યાએ આવેલા તમારા તે ઘરમાં કોઈ અજાણ્યા શખ્સ લાંબા સમય સુધી તમારી પરમિશન વગર રહી રહ્યા છે, તો તે કેટલું નુકશાનકારક સાબીત થઈ શકે છે? આ માત્ર કોરી કલ્પના નથી પણ આવું ઘણા દેશોમાં થઈ રહ્યું છે. સમાજ શાસ્ત્રીઓએ આ સ્થિતિને "ફ્રોગિંગ" નામ આપ્યું છે.

આ "ફ્રોગિંગ" શબ્દ દેડકા પરથી લેવામાં આવ્યો છે, જે જ્યાં ત્યાં કૂદીને પોતાનું જીવન પસાર કરે છે. સમાજ શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ફ્રોગિંગ સાથે જોડાયેલ લોકો પણ ક્યારેક એક ઘરમાં તો ક્યારેક બીજા ઘરમાં છુપાઈને રહેતા હોય છે. ભારતમાં હજુ સુધી આવો કોઈ મામલો સામે નથી આવ્યો. પરંતુ વિશ્વના ઘણા દેશોમાં સતત ચર્ચા થઈ રહી છે કે કેવી રીતે કોઈ અજાણી વ્યક્તિ માલિકની જાણ બહાર તેના ઘરમાં અઠવાડિયા કે મહિનાઓ પસાર કરે છે.

PROMOTIONAL 9
  • ફ્રોગિંગ કોને કહેવાય ?
    ચોરીછુપે કોઈના ઘરમાં પ્રવેશવાની અને માલિકની જાણ વગર ત્યાં રહેવાની પ્રક્રિયાને ફ્રોગિંગ કહેવામાં આવે છે. તે વ્યક્તિ લાંબા સમય સુધી કોઈની સંપત્તિમાં છુપીને રહે છે. આવા મોટા ભાગે એવા લોકો હોય છે જેમની પાસે પોતાનું ઘર નથી હોતું અથવા એડવેન્ચર માટે આવું કરતા હોય છે. અમુક માનસિક વિકૃતિઓથી પીડિત લોકો પણ ફ્રોગિંગમાં સામેલ હોય છે.
  • ક્યાં ક્યાં આવા મામલા આવ્યા સામે ?

હવાઈ દેશમાં ફ્રોગિંગનો ફેમસ મામલો સામે આવ્યો હતો. જ્યાં એક દંપતિએ તેમના ઘરમાં વસ્તુઓ વેરવિખેર જોઈ અને અજાણ્યા અવાજો પણ સાંભળ્યા હતા. ઘણી વખત ખાદ્યપદાર્થો પણ ખૂટી પડતા હતા. આખા ઘરની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે તેમના ઘરના એક ખૂણામાં એક વ્યક્તિ છુપાયેલો હતો. ઘર ખાલી હોય ત્યારે જ તે બહાર આવતો. સાઉથ કેરોલિનામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં એક વિદ્યાર્થીના ઘરમાં ખાદ્યપદાર્થો ગાયબ થવા લાગ્યા હતા અને વિચિત્ર અવાજો સંભળાયા હતા. પછી જાણવા મળ્યું કે એક વ્યક્તિ તેના રૂમમાં રાખેલા મોટા કબાટમાં છુપાયેલો હતો.

વધુ વાંચો : દક્ષિણ કોરિયામાં માર્શલ લોનો વિરોધ, રસ્તા પર ઉતર્યા લોકો; રાષ્ટ્રપતિએ પાછો ખેંચી લીધો આદેશ

  • આ સંકેતોને નજરઅંદાજ ન કરો
  1. જો ઘરમાં અજીબોગરીબ અવાજો આવે જેમાં ચાલવું, ખડખડાટ કે અન્ય કોઈ અવાજ.
  2. ઘરની વસ્તુઓ ગાયબ હોય કે તેની યોગ્ય જગ્યાએ ન હોય
  3. જો પાણી, ગેસ અને વીજળીના બિલ તમારી ધારણા કરતાં વધુ આવે તો પણ તેને અવગણવી નહીં
  4. ઘરનું તાળું તૂટેલું હોય કે બારી ખુલ્લી હોય અથવા ઘરની ધૂળવાળી જગ્યાએ પગના નિશાન દેખાય.
  5. ફ્રોગિંગથી બચવા તમારા ઘરમાં કેમેરા લગાવો અને એન્ટ્રી પોઈન્ટની નિયમિત તપાસ કરો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

House Frogging Property
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ