બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / what is digital rape 65 year old man physically harassed three year old girl in noida

હેવાનિયતની હદ / જાણો શું છે Digital Rape, જેના માટે નરાધમને થઈ જેલની સજા, ચોકલેટના બહાને માસૂમને બનાવી શિકાર

Pravin

Last Updated: 04:49 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના નોઈડામાં ત્રણ વર્ષની માસૂમ સાથે ડિજિટલ રેપ કરનારા 65 વર્ષિય એક વૃદ્ધને કોર્ટે આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

  • નોઈડામાં 2019ના કેસમાં એક વૃદ્ધને યૌન શોષણના કેસમાં સજા મળી
  • 3 વર્ષની માસૂમ બાળકી સાથે ડિજિટલ રેપ આચર્યો હતો
  • ટ્રોફી અને ચોકલેટના બહાનું બતાવી માસૂમને શિકાર બનાવી હતી

 


દિલ્હીથી અડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડામાં ત્રણ વર્ષની માસૂમ સાથે ડિજિટલ રેપ કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ જૂના આ કેસમાં દોષિતને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે મોટો દંડ પણ લગાવામાં આવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, જે શખ્સે આ ઘટનાને અંજામ આપ્યો હતો, તે 65 વર્ષનો હતો. 

ટોફીનું બહાનું આપી ફોસલાવી હતી

આ ઘટનાને વિસ્તારથી જાણવા માટે ફ્લેશબૈકમાં જઈએ. વર્ષ 2019ની આ ઘટના છે. મૂળ તો પશ્ચિમ બંગાળના રહેવાસી એક વૃદ્ધ અકબર અલી પરણેલી દિકરીને મળવા નોઈડાના એક ગામમાં આવ્યો હતો. ત્યાં પાડોશમાં તેને ત્રણ વર્ષની માસૂમ દેખાઈ. જેના પર તેની નિયત બગડી. અલી તેની પાસે જવા માટે ટોફી ચોકલેટના બહાના બનાવી જતો. આરોપ હતો કે, આવું કરતા કરતા એક દિવસ બાળકીને ફોસલાવીને લઈ ગયો અને ત્યાં તેણે ડિજિટલ રેપ કર્યો હતો. 

માસૂમે બૂમ પાડતા પાડોશી દોડી આવ્યા

માસૂમે જ્યારે બૂમો પાડી તો આજૂબાજૂના લોકો અવાજ સાંભળીને દોડી આવ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણ થઈ તો, આજૂબાજૂના લોકોના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. જો કે ત્યાં સુધીમાં આરોપી ત્યાંથી રફ્ફુચક્કર થઈ ગયો હતો. પાડોશી ચોંકી ગયા હતા. જ્યારે પરિવારના લોકોને સૌથી મોટો આઘાત લાગ્યો હતો. તેમણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ વાત 21 જાન્યુઆરી 2019ની છે.  

મેડિકલ તપાસમાં પુષ્ટિ બાદ દબોચી લીધો

કેસમાં આગળ પીડિત બાળકીના મેડિકલ ટેસ્ટ થયા, જેમાં ડિજિટલ રેપની પુષ્ટિ થઈ. અલીને ત્યાર બાદ પોલીસે દબોચી લીધો હતો. તેના તરફથી હાઈકોર્ટમાં પણ જામીન અરજી લગાવામાં આવી હતી. પણ તે રદ કરી દેવામાં આવી હતી. 

50 હજારનો દંડ પણ લાગ્યો

બાદમાં 30 ઓગસ્ટ, 2022ની તારીખ આવી. સૂરજપુર ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે આ કેસમાં સજાની જાહેરાત કરી. 65 વર્ષિય અલીને પોક્સો એક્ટ અને આઈપીસીની કલમ 375 અંતર્ગત આજીવન કેદની સજા મળી. સાથે જ 50 હજારનો દંડ પણ લાગ્યો. 

ડિજિટલ રેપ શું છે

ડિજિટલ રેપ...પ્રથમ દ્રષ્ટિએ આપણને સાંભળીને તે લાગે છે કે, ડિજિટલી અથવા વર્ચુઅલી રીતે રેપ કર્યો હશે. પણ હકીકતમાં આવું નથી. અહીં ડિજિટલનો અર્થ કંઈક અલગ છે. હકીકતમાં ડિજિટલ રેપ બે શબ્દો મળીને બને છે. પ્રથમ ડિજિટલ અને બીજો રેપ. ડિજિટલનો મૂળ શબ્દ ડિજિટ. ડિજિટનો અર્થ અંક પણ થાય છે. પણ અહીં ડિજિટનો અર્થ અલગ છે. ડિજિટ મતલબ- આંગળી, અંગૂઠો, પગની આંગળી, શરીરનો અન્ય કોઈ ભાગ. જો હવે કોઈ શખ્સ મહિલાની સહમતી વિના તેના અંગને પોતાની આંગળી અથવા અંગૂઠથી છેડછાડ કરે તો તેને ડિજિટલ રેપ કહેવાય છે. ત્યારે આવા સમયે એ સ્પષ્ટ થાય છે કે, કોઈ શખ્સ જ્યારે અંગોને ઉપયોગ કરીને યૌન ઉત્પીડન કરે તો, તે ડિજિટલ રેપ કહેવાય છે. ભારત બહાર તેના માટે કડક કાયદા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Crime News Digital Rape Noida Rape Case physically harassment Noida
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ