દેશમાં સીએએ કાયદાના વિરોધની જ્વાળા સળગી રહી છે. તેમાં વળી એનઆરસીનું ઘી હોમાઈ ચૂક્યું છે. આ બધા વચ્ચે દેશમાં ડિટેન્શન સેન્ટર વિશે એક નવા જ વિવાદે જન્મ આપ્યો છે. નાગરિકતા સુધારા કાયદાને સંસદમાં પસાર કરાયા બાદ દેશના અનેક હિસ્સામાં ફાટી નીકળેલી વિરોધની આગ હજુ શમવાનું નામ નથી લઈ રહી.
દેશમાં CAA અને NRCને લઇને વિરોધ પ્રદર્શન
ડિટેન્શન સેન્ટર એક નવા જ વિવાદે જન્મ આપ્યો
PM નરેદ્ર મોદીને કહ્યું હતું કે, દેશમાં ક્યાંય ડિટેન્શન સેન્ટર નથી
ઉત્તરપ્રદેશમાં સતત બીજી જુમ્માની નમાજે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડી રહ્યો છે તે ભારેલા અગ્નિની સાક્ષી પૂરી રહ્યો છે. જો કે, પોલીસે પ્રદર્શનકારીઓ સામે કડક હાથે લીધેલાં પગલા બાદ સીએએનો વિરોધ થોડો શમ્યો છે પરંતુ નાગરિકોના મનમાંથી તેનો ડંખ સાવ શમી ગયો નથી.
સીએએ બાદ સરકારે NRC બિલ કેબનેટની બેઠકમાં મંજૂર કર્યું તે પછી દેશમાં વસી રહેલા નાગરિકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. સીએએ બાદ એનઆરસીને કારણે નાગરિકોમાં આક્રોશ ફેલાઇ ગયો છે. હવે દેશમાં શરણાર્થી બનીને વસતા ગેર હિંદુ સેમુદાયોમાં ડિટેન્શન સેન્ટરનો ભય ઊભો થયો છે. દેશના પ્રધાનમંત્રી નરેદ્ર મોદીને કહ્યું હતું કે, દેશમાં ક્યાંય ડિટેન્શન સેન્ટર નથી.
પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ દેશમાં ક્યાંય પણ ડિટેન્શન સેન્ટર હોવાની વાતને કોંગ્રેસ અને અર્બન નક્સલીઓ દ્વારા ઉડાવાયેલી અફવા ગણાવી ગણાવી દીધી. પરંતુ તે પછી વિવિધ સોશિયલ મીડિયામાં દેશમાં કેટલાક ભાગમાં ડિટેન્શન સેન્ટરનું બાંધકામ ચાલુ હોવાની વિગતો પ્રસિદ્ધ થઈ. આ વિગતો પ્રસિદ્ધ થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં આડકતરી રીતે એ સ્વીકાર કરવો પડયો કે, દેશમાં એકાદ ડિટેન્શન સેન્ટર હશે.
આપને સવાલ થતો હશે કે, કેબિનેટ બેઠકમાં એનઆરસી પસાર થયા બાદ ડિટેન્શન સેન્ટરનો મુદ્દો અચાનક કેમ ઊછળ્યો છે. અને તેના પર રાજકારણ કેમ શરૂ થઈ ગયું છે. અહીં જાણીએ કે, ડિટેન્શન સેન્ટર વિશે જાણતા પહેલા આપણે તેની કાયદાકીય પૂર્વ ભૂમિકા જાણી લઈએ.
આ કાયદા હેઠળ ડિટેન્શન સેન્ટર
ગૃહમંત્રાલયે દરેક રાજ્યોને 1998માં ડિટેન્શન સેન્ટર બનાવવાનો આદેશ આપ્યો હતો
ગૃહમંત્રાલય ફોરેનર્સ એક્ટ 1946 મુજબ વિદેશીઓની ગતિવિધિઓ પર નજર રાખે છે
દરેક રાજ્યો પાસે વિદેશીઓને ખાસ ક્ષેત્ર સુધી સીમિત રાખવાનો અધિકાર છે.
પાસપોર્ટ એન્ટ્રી ઈન ટુ ઈન્ડિયા એક્ટ 1920 મુજબ ગેરકાયદે પ્રવાસીઓને ભારતથી બહાર ધકેલી શકાય છે
રાજ્યોને આ અધિકાર બંધારણની અનુસૂચિ 258(1) પ્રમાણે મળ્યો છે
કેદ્ર શાશિત પ્રદેશોને આ અધિકાર કલમ-239 મુજબ મળ્યો છે
દેશમાં ભલે ડિટેન્શન સેન્ટર હોવા ન હોવા અંગે રાજકારણ ચાલી રહ્યું હોય પરંતુ હકીકત એ છે કે, આપણા દેશમાં અસમ સરકાર કેટલાક દાયકાઓથી પોતાની જેલના કેટલા હિસ્સાનો જ ડિટેન્શન સેન્ટન્ટર તરીકે ઉપયોગ કરી રહી છે. આ ઉપરાંત આસામના જ ગોલાપારમાં દેશનું પ્રથમ અને સ્વતંત્ર ડિટેન્શન સેન્ટરનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. અટકાયતમાં રખાયેલા વિદેશી સ્રી પુરુષો માટે અહીં સેપરેટ સુવિધા સાથેનું ડિટેન્શન સેન્ટરનું નિર્માણ થઈ રહ્યું છે. જે આવતા વર્ષે કંપલીટ થઈ જશે.
દેશમાં અહીં છે ડિટેન્શન કેમ્પ
અસમમાં 6 અને કર્ણાટકમાં એક ડિટેન્શન સેન્ટર છે
કેદ્ર શાસિત પ્રદેશ દિલ્લીમાં સેવાસદન અને લામપુરમાં વિદેશી મહિલાઓ માટે ડિટેન્શન કેમ્પ છે
દિલ્લીમાં ગેરકાયદે બાંગલાદેશી નાગરિકો માટે શ{દાબાગમાં ડિટેન્શન કેમ્પ છે
ગુજરાતમાં ભુજ ખાતે અને તમિલનાડૂમાં પણ ડિટેન્શન સેન્ટર છે
અસમના મટીયામાં પણ ડિટેન્શન સેન્ટર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી મળી ચૂકી છે
આપને જણાવી દઈએ કે આ ડિટેન્શન સેન્ટરમાં એવા ગેરકાયદે પ્રવાસીઓને રાખવામાં આવે છે કે, જે લોકો દેશની અદાલતો કે ટ્રીબ્યૂનલ દ્વારા વિદેશી જાહેર થયા હોય છે. આ સાથે એવા પણ વિદેશી હોય છે કે જેમણે અપરાધની સજા ભોગવી લીધી હોય છે અને પોતાના દેશમાં ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોય છે. જો કે, આજકાલ જે રીતે ડિટેન્શન સેન્ટરનું ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે તેવું નથી. વળી ડિટેન્શન સેન્ટરનો માહોલ જેલ જેવો પણ નથી હોતો.
આ તફાવત છે
જેલ અને ડિટેન્શન સેન્ટરમાં જમીન આસમાનું અંતર છે
જેલમાં અપરાધની સજા કાપી રહેલા લોકો રહે છે
ડિટેન્શન સેન્ટરમાં દેશમાં રહેવા ન રહેવાના ફેંસલાની રાહ જોતા લોકો રહે છે
ડિટેન્શન સેન્ટરમાં પુખ્ત નાગરિકો માટે સ્કિલ સેન્ટર, અને બાળકો માટે સુવિધાઓ હોય છે
વિદેશી નાગરિકોને પોતાના પરિવાર અને દૂતાવાસ સાથે સંપર્ક કરી આપવાની વ્યવસ્થા હોય છે
એનઆરસી બાદ ડિટેન્શન સેન્ટર અંગે ચાલી રહેલી રાજનીતિના આ માહોલમાં આપને ડિટેન્શન સેન્ટર વિશે આ માહિતી બાદ એવું લાગશે કે પક્ષ અને વિપક્ષ બન્ને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કદાચ આ બન્ને પાસે વિકાસના કોઈ મુદ્દા નથી.