બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / What is Congress's decision regarding alliance with AAP? A big statement from a veteran Congress leader

રાજકીય કવાયત / AAP સાથે ગઠબંધનને લઈને કોંગ્રેસનો શું નિર્ણય? કોંગ્રેસના દિગ્ગજ નેતાનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 08:27 AM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સવારે 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ, પરિણામ પહેલા હવે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો

  • ગુજરાતમાં સવારે 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ 
  • પરિણામ પહેલા ભાજપ-કોંગ્રેસના નેતાઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો 
  • અમારી સરકાર બનવા તરફ, AAPની સાથે ગઠબંધનનો વિષય પરિણામ બાદનો: સુખરામ રાઠવા 

ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ. જેનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. જેનું પરિણામ આજે ગુરુવારને 8 ડિસેમ્બરના રોજ આવશે. આ તરફ પરિણામ પહેલા હવે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ તરફ અત્યારે હાલ અનેક કેન્દ્રો ઉપર મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. 

સુરતની કરંજ બેઠકના ભાજપ ઉમેદવાર મતગણતરી સ્થળે પહોંચ્યા છે. આ દરમ્યાન ભાજપ ઉમેદવાર પ્રવીણ ઘોઘારીએ જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, સુરત શહેરની 12 બેઠકો પર કમળ ખીલશે. આ વખતે અભૂતપૂર્વ લીડ સાથે વિજેતા થઈશું. આ સાથે ધંધુકા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું પણ નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી પરિણામ પર હરપાલસિંહ ચૂડાસમાએ ગુજરાતમાં કોંગ્રેસ 125 સીટો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ મતદાન મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે મતદાન થયું. 

આ તરફ ભિલોડાના કોંગ્રેસ ઉમેદવારનું પણ નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી પરિણામ અંગે ભિલોડાથી કોંગ્રેસ ઉમેદવાર રાજેંદ્ર પારધીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું કે, આ વખતે પણ ભિલોડા બેઠક પર કોંગ્રેસ બહુમતીથી જીતશે રાજેન્દ્ર પારઘીએ 15થી 20 હજાર લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. આ સાથે મોડાસા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે . જ્યાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસની જીત થશે. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. 

અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ શું કહ્યું ? 

બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પણ પરિણામ પહેલા મોટું નિવેદન આપ્યું છે. ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મને વિશ્વાસ પ્રજા સાચા કાર્યકર્તાનો સાથ આપશે. ગામડામાં જનતાએ વધુમાં વધુ મતદાન કર્યું છે. આ સાથે ધવલસિંહ ઝાલાએ જીતનો આશવાદ વ્યક્ત કર્યો હતો. 

AAPની સાથે ગઠબંધનનો વિષય પરિણામ બાદનો: સુખરામ રાઠવા 

આ તરફ છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા છે .જ્યાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ નિવેદન આપતા કહ્યું છે કે, એગ્ઝિટ પોલમાં માત્ર શિક્ષિત વર્ગના અભિપ્રાય હોય છે. આજે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા તરફ જઈ રહી છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, AAPની સાથે ગઠબંધનનો વિષય પરિણામ બાદનો છે. 

આ સાથે સંખેડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપ ઉમેદવાર અભેસિંહ તળવીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, છોટાઉદેપુરની ત્રણેય બેઠકમાં ભાજપની જીત થશે. મહત્વનું છે કે, સંખેડા બેઠક પર ભાજક અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. 

મહત્વનું છે કે, આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ગઇકાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ