આસામ / શું છે બોડો કરાર ? ઉત્તર-પૂર્વ વિસ્તારને થશે આવો ફાયદો

what is bodo agreement ? know about it

કેન્દ્ર સરકારે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી) સાથે રાજકીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનેક રીતે મહત્વપૂર્ણ છે અને આ ક્ષેત્રમાં લોહિયાળ બળવાખોરીનો અંત લાવી શકે છે. બોડો લોકો પશ્ચિમ આસામના એવા વિસ્તારમાં રહે છે જે આસામ અને બાકીના ઉત્તર-પૂર્વ વિસ્તારને દેશ સાથે જોડતો એક લાંબો માર્ગ પૂરો પાડે છે. તેથી  ત્યાં શાંતિની સ્થાપનાનો અર્થ એ છે કે ભારતની મુખ્ય ભૂમિ અને ઇશાન વચ્ચે સલામત સંપર્કને સ્થાપિત કરવો. જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પૂર્વના રાજયોની  નીતિ માટે સકારાત્મક છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે, બોડો કરાર નવા રાજ્યોના નિર્માણ અને પ્રાદેશિક પુનઃગઠન માટે પણ યોગ્ય વાતાવરણ પૂરું પાડશે.

બ્રેકિંગ ન્યૂઝ