બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:11 PM, 6 February 2025
વર્તમાનમાં ચોરીના કેસો ઘણા વધી રહ્યા છે, જેમાંથી ઘણા લોકો કેમેરાની સામે પણ ચોરી કરતાં પકડાઈ જાય છે અને અમુક લોકોની તો ચોરી કરવાની પધ્ધતિથી ઘણા લોકો ખુશ થઈ જતાં હોય છે. એવામાં તાજેતરમાં એક ઘટના સામે આવી છે, જેમાં ચોરીના ઈરાદાથી દુકાનમાં ઘૂસીને એક ચોરે જે કંઈ પણ કર્યું તે બધું જ CCTVમાં રેકોર્ડ થઈ ગયું. ત્યારે સોશિયલ મીડિયા જેવી ઘટનાની ફૂટેજ વાયરલ થઈ, લોકો ચોરના વખાણ કરવા લાગ્યા. એટલું જ નહીં નેટિઝન્સ તેને 'સંસ્કારી ચોર' કહીને બોલાવી રહ્યા છે. સ્વભાવિક છે કે તમે પણ વિચારમાં પડી ગયા હશો કે એક ચોરના આટલા ગુણગાન કેમ? તો ચાલો સમગ્ર ઘટના વિશે જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલા વિડીયોમાં ચોરને દુકાનના શટરનું લોક તોડીને અંદર આવતા જોઈ શકાય છે. આ બાદ તે ધીરે-ધીરે આગળ વધે છે, પરંતુ ત્યારે તેના પગથી ટેબલને ધક્કો વાગી જાય છે. ટેબલ પર મા દુર્ગાની તસવીર મૂકેલી હોય છે, જે ટેલબને ધક્કો લાગવાથી સીધી ચોરના પગમાં પડી જાય છે.
વિડીયોમાં તમે જોઈ શકો છો કે જેવી જ ચોરને આની ખબર પડી ત્યારે તેને તરત જ તસવીરને ઉપાડીને માથે લગાવી અને પોતાની ભૂલની માફી માંગી લીધી. ચોરી બાદ જ્યારે દુકાનદારે CCTV ચેક કરી તો તેમાં ચોરની આ હરકત દેખાઈ. જેના બાદ આ ક્લિપ કટ કરીને સોશિયલ મીડિયા પર શેયર કરી દીધી અને 'સંસ્કારી ચોર'ની ચર્ચા થવા લાગી.
વધુ વાંચો:મહાકુંભ જતાં મોત મળ્યું! ટાયર ફાટતાં કાર સાથે અથડાઈ બસ, 8 લોકોના કમકમાટીભર્યા મોત
@plague.xd ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી વિડીયો શેયર કરીને યુઝરે કેપ્શનમાં લખ્યું, 'આ તો સંસ્કારી ચોર નીકળ્યો.' આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આના પર ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, હું ચોર છું, પણ મારા પણ કંઈક સિદ્ધાંતો છે. બીજાએ કહ્યું, બેચારાની મજબૂરી હશે. બાકી કર્મથી તો મોટો સંસ્કારી લાગી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.