બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / લોહીથી લથપથ ચહેરો, મેલાઘેલા કપડાં, દિલજીત દોસાંઝને આ શું થયું? તસવીરો કરી શેર
Last Updated: 12:22 PM, 11 January 2025
ગાયક દિલજીત દોસાંઝના ગીતો દરેકના મુખમાં રહે છે. તેણે પોતાની ગાયકીની સાથે ફિલ્મોની શરૂઆત પણ ખૂબ પ્રભાવશાળી કરી છે. વાત જો 2024ની કરીએ તો દિલજીત દોસાંઝ માટે ગત વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે. કારણ કે દિલજીતે તેની ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'માં દિલધડક અભિનય કર્યો હતો અને તેને ઘણી પ્રશંસા મળી હતી. તેણે એ ફિલ્મના ગીતો પણ જાતે જ ગાયા હતા. ઉપરાંત, દિલજીતનું સંગીત દિલ લ્યુમિનાટી ટુર પણ આખા વર્ષ દરમિયાન સુપરહિટ રહ્યું છે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેને લઇને લોકોમાં ચર્ચા થઇ રહી છે.
ADVERTISEMENT
દિલજીતે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લોહીના ડાઘવાળા ચહેરા અને ધૂળવાળા કપડાંનો ફોટો શેર કર્યો છે. આ ફોટા જોઈને ચાહકો પણ ગભરાઈ ગયા અને સ્થિતિ વિશે પૂછવા લાગ્યા. જો કે તમને જણાવી દઈએ કે આ તસવીરો દિલજીતની આગામી ફિલ્મના સીન છે. આ તસવીરો જોઈને ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે કેટલીક રોમાંચક વાર્તા બની રહી છે જે ટૂંક સમયમાં દર્શકો સામે આવી શકે છે. આ તસવીરો શેર કરતી વખતે દિલજીતે લખ્યું, 'હું અંધકારને પડકાર આપું છું.'
ADVERTISEMENT
તેની આગામી ફિલ્મ 'જસવંત સિંહ ખાલરા'ની બાયોપિક 'પંજાબ 95'ની હોઇ શકે છે, જેની તસવીરો તેણે શેર કરી છે. પંજાબના માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરા 1995માં અચાનક ગાયબ થઈ ગયા હતા. જે બાદ આજ સુધી તેના વિશે કોઈ સમાચાર આવ્યા નથી. તેની બાયોપિકની જાહેરાત બે વર્ષ પહેલા 2023માં કરવામાં આવી હતી. જેમાં દિલજીત સિંહ દોસાંજ લીડ રોલમાં હતા. હવે દિલજીતની આ તસવીરો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ આ ફિલ્મના સેટની તસવીરો છે.
જો કે હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ આ તસવીરો જોઈને લાગી રહ્યું છે કે દિલજીત જલ્દી જ તેની ફિલ્મની જાહેરાત કરી શકે છે. હાની તેહરાન ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મમાં દિલજીત દોસાંજની સાથે અર્જુન રામપાલ અને જગજીત સંધુ લીડ રોલમાં જોવા મળશે.
આ પણ વાંચો : બિગ બોસમાં વધુ એક શોંકિંગ એવિક્શન, આ સ્પર્ધક થઈ ઘરની બહાર, 'ચાહત' અધૂરી
જસવંત સિંઘ ખાલરા એક બહાદુર માનવાધિકાર કાર્યકર્તા હતા જેમણે પંજાબમાં બળવા દરમિયાન હજારો શીખ યુવાનોની કથિત ન્યાયિક હત્યાનો પર્દાફાશ કર્યો હતો. કાર્યકર્તાઓના પરિવારમાંથી આવતા ખાલરાએ તપાસનું નેતૃત્વ કર્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે પંજાબ પોલીસે કોઈપણ રેકોર્ડ જાળવ્યા વિના 25,000 થી વધુ શીખોનું અપહરણ, હત્યા અને અગ્નિસંસ્કાર કર્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યના કાર્યોમાં સહકાર આપવાનો ઇનકાર કરવા બદલ લગભગ 2,000 પોલીસ અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. ખાલરા 1995માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા અને છેલ્લે અમૃતસરમાં જોવા મળ્યા હતા. લગભગ એક દાયકા પછી, CBIની લાંબી તપાસ પછી છ પોલીસ અધિકારીઓને તેની હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.