બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / What fruit should diabetic patients eat and which should not be eaten?

આરોગ્ય / ડાયાબિટીસના દર્દીઓએ કયા ફ્રુટ ખાવા અને કયા ન ખાવા? જાણો ડોક્ટરે શું સલાહ આપી

Priyakant

Last Updated: 10:56 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Latest News : આપણે જાણીશું કે, ડાયાબિટીસમાં ફળોની ભૂમિકા શું છે, પરંતુ પહેલા જાણીએ કે ડાયાબિટીસ શા માટે થાય છે ?

Health News : ડાયાબિટીસમાં કયા ફળો આરોગવા જોઈએ તેને લઈ આપણે મુંઝવણમાં હોઈએ છીએ. હવે કયા ફળો ખાવા જોઈએ અને કયા ફળોનો રસ પીવો તેની ચિંતા કરવાની જરૂર નથી. આપણે આજે આ વિશે વિગતવાર વાત જાણીશું. આ માટે અમે ડોક્ટરો સાથે વાત કરી છે. આપણે જાણીશું કે, ડાયાબિટીસમાં ફળોની ભૂમિકા શું છે. પરંતુ પહેલા જાણીએ કે ડાયાબિટીસ શા માટે થાય છે.

મહત્વનું છે કે, જ્યારે શરીરમાં શુગર લેવલ જળવાઈ રહેતું નથી ત્યારે ડાયાબિટીસ થાય છે. શરીરમાં યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થવાને કારણે આવું થાય છે. કેટલાક લોકોને જન્મથી જ આ સમસ્યા હોય છે, જ્યારે કેટલાકમાં ખરાબ ખાનપાન અને બગડેલી જીવનશૈલીના કારણે શુગર લેવલ વધી જાય છે. જો ખાલી પેટે શુગર લેવલ 100 mg/dL કરતા વધારે હોય તો તે ડાયાબિટીસની નિશાની છે. જોકે જો ખાધા પછી શુગર લેવલ 1 40 mg/dl થી વધુ રહે તો તમને ડાયાબિટીસ થવાનું જોખમ છે. એકવાર આ રોગ થઈ જાય પછી તેનો કોઈ ઈલાજ નથી. ફક્ત આને નિયંત્રિત કરી શકાય છે.

File Photo

શું આપણે ડાયાબિટીસમાં ફળ ખાઈ શકીએ?
દિલ્હીની લેડી હાર્ડિન્જ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.સુભાષ ગિરી કહે છે કે, અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન ડાયાબિટીસના દર્દીઓને ફળ ખાવાની સલાહ આપે છે પરંતુ ડાયાબિટીસ ધરાવતા લોકોએ ઘણીવાર પોતાનો ડાયટ પ્લાન બનાવવો જરૂરી છે. તેમને તેમના આહારમાં ખાંડની માત્રા પર દેખરેખ રાખવાની જરૂર પડી શકે છે અથવા વધુ પડતા કાર્બોહાઈડ્રેટ ખાવાનું ટાળવું જોઈએ. ફળોમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ હોય છે. ફળોમાં પણ ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને જે ખોરાકમાં ફાઈબર હોય છે તે પચવામાં વધુ સમય લે છે તેથી તે બ્લડ સુગરને ધીમે ધીમે વધારે છે. જોકે ડાયાબિટીસના દર્દીઓ ફળ ખાઈ શકે છે. પરંતુ આ માટે એ જાણવું જરૂરી છે કે કયા ફળ ખાવા જોઈએ અને કયા નહીં.

ડાયાબિટીસમાં કયા ફળો ખાવા જોઈએ ? 

  • કિવિ
  • એપલ
  • નારંગી
  • સ્ટ્રોબેરી
  • ચેરી
  • જમુનાઈદી

ડાયાબિટીસમાં કયા ફળ ન ખાવા જોઈએ ? 

  • તરબૂચ
  • પાઈનેપલ
  • કેળા
  • કેરી

વધુ વાંચો : ગરમીના આ દિવસોમાં કાચી ડુંગળી છે વરદાન, હિટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચાવવાનું કરે છે કામ 

શું તમે ડાયાબિટીસમાં ફળોનો રસ પી શકો છો?
સફદરજંગ હોસ્પિટલના ડો. દીપક કુમાર સુમને જણાવ્યું છે કે, એકલા અથવા ભોજન દરમિયાન ફળોનો રસ પીવાથી શરીરમાં શુગર લેવલ વધી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ ફળોનો રસ પીવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને પેકેજ્ડ જ્યુસ ન પીવો. તેના બદલે તમારે ફળો ખાવા જોઈએ. તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. પરંતુ વધુ પડતા ફળો ન ખાઓ. વધુ ફળ ખાવાથી ડાયાબિટીસ શુગર લેવલ વધી શકે છે. ડ્રાયફ્રૂટ્સને બદલે તાજા ફળોનું સેવન કરવાનો પ્રયાસ કરો. ડાયાબિટીસના દર્દીઓ દરરોજ એકથી બે ફળોનો તેમના આહારમાં સમાવેશ કરી શકે છે. જો ફળો સવારે ખાવામાં આવે તો તે વધુ સારું છે. ભોજનની સાથે ફળો ક્યારેય ન ખાઓ અને મોડી રાત્રે ફળ ખાવાનું પણ ટાળો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Health Health News ડાયાબિટીઝ ડાયાબિટીસ ડાયાબિટીસના દર્દી Health News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ