બજેટ 2020 /
નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાતને આપી આ મોટી ભેટ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કરી જાહેરાત
Team VTV01:28 PM, 01 Feb 20
| Updated: 06:10 PM, 01 Feb 20
ભારતના બજેટ 2020માં ગુજરાત માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. ધોળાવીરા, બુલેટ ટ્રેનને અંગે પણ ખાસ પેકેજ જાહેર કરાયા. વળી ગુજરાત મોડેલથી રાજ્યમાં રક્ષાશક્તિ અને ફોરેન્સિક યુનિવર્સિટીઓ વિકસાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે.
કલ્ચર મ્યુઝિમની જાહેરાત
ગુજરાતાં ટુરિઝમ વિકાસ માટે ખાસ પેકેજ
ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ યુધ્ધના ધોરણે વધારવાની જાહેરાત
બુલેટનું કામ બુલેટની ગતિથી
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ યુધ્ધના ધોરણે વધારવાની જાહેરાત કરવામાં આવી છે આ માટે ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતાં ટુરિઝમ વિકાસ માટે ખાસ પેકેજ
ગુજરાતમાં ટુરિઝમના વિકાસ માટે પણ બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ઐતિહાસીક સ્થળો અને પુરાતત્વ ખાતા માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
કલ્ચર મ્યુઝિમની જાહેરાત
ગુજરાતમાં સાંસ્કૃતિક મ્યુઝમની અંગે પણ બજેટમાં જાહેરાત કરાઈ છે. આ માટે ગુજરાતનું ધોળાવીરા સામેલ છે.
દરિયાઈ મ્યુઝિમની તૈયારી
લોથલમાં અન્ડર વોટર મ્યુઝિમ બનાવવા અંગે પણ સરકારી બજેટમાં અગત્યની જાહેરાત છે
ગુજરાત મોડેલ તરીકે રજૂ કરાયુ
રાજ્ય પોલીસ અને ફોરેન્સિક સાયન્સને મજબૂત બનાવવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી શરૂ કરી હતી. જેને આગળ ધપાવવા માટે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બનેલી કેન્દ્ર સરકારના નાણાંમંત્રીએ આજે ગુજરાત પેટર્નથી દેશના અન્ય રાજ્યોમાં પણ આતંકવાદ અને ઘૂસણખોરી અને સાયબર ક્રાઈમને નાથવા માટે ફોરેન્સિક યુનિવર્સિટી અને પોલીસ યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી છે.