What experts say about the viral trend of using menstrual blood for facials
અજીબ ટ્રેન્ડ /
પીરિયડનું લોહી ચહેરા પર લગાડતી મહિલાઓને જોઈને કમકમા આવી જશે, જાણો તેમને આવું કેમ સૂઝ્યું
Team VTV08:02 PM, 06 Dec 22
| Updated: 08:04 PM, 06 Dec 22
સોશિયલ મીડિયામાં મહિલાઓ એક અજીબ પરંતુ ગંદો ટ્રેન્ડ શરુ થયો છે જેમાં મહિલાઓ ચહેરો ચમકાવવા પીરિયડના લોહીનો ઉપયોગ કરી રહી છે.
સોશિયલ મીડિયામાં મહિલાઓ પોપ્યુલ થયો અજીબ ટ્રેન્ડ
મહિલાઓ ચહેરા પર લગાવી છે પીરિયડનું લોહી
ચહેરા ચમકાવવા માટે આવું કરે છે
મહિલાઓમાં એક અજીબોગરીબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મુલાયમ ત્વચા માટે મહિલાઓ ચહેરા પર માસિક ધર્મનું લોહી લગાવી રહી છે. મહિલાઓ ટિકટોક પર માસિક સ્રાવના લોહીનો ઉપયોગ કરતી જોવા મળે છે. #MenstrualMask ટિકટોક પર ઘણી લોકપ્રિય થઈ રહી છે.
ગોરી અને મુલામય ત્વચા માટે આવું કરી રહી છે મહિલાઓ
આ મામલે ટ્રોલ થવા છતાં ડેરિયા નામની એક મહિલાએ કહ્યું કે પીરિયડ્સના લોહીમાં કંઈ ગંદુ નથી હોતું. માસિક સ્રાવનું લોહી એ વાસ્તવિક લોહી કરતા અલગ છે. બાળકના જન્મની જવાબદારી પણ આ લોહી પર છે. તેથી, તેમાં બાળકને જરૂરી તમામ સ્ટેમ સેલ્સ અને પોષક તત્વો હોય છે. આપણી ત્વચા અને શરીરને પણ તેની જરૂર છે.
નિષ્ણાંતોએ આવું ન કરવાની ચેતવણી આપી
કેમિકલ એન્જિનિયર અને સ્કિન માસ્ટરક્લાસના સ્થાપક સિગ્ડેમ કેમલ યિલમાઝ મહિલાઓને આ ટ્રેન્ડથી દૂર રહેવાની ચેતવણી આપે છે. "અલબત્ત, હું આવી સલાહ કદી નહીં આપું. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે કોઈ વૈજ્ઞાનિક અથવા ક્લિનિકલ પુરાવા નથી જેના આધારે કહી શકાય કે ચહેરા પર માસિક સ્રાવના લોહીના ઉપયોગથી તમને ફાયદો થશે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ચહેરા પર માસિક લોહીના ઉપયોગથી નુકસાન થઈ શકે છે. સિગ્ડેમે કહ્યું કે માસિક સ્રાવના લોહીના ઉપયોગથી સ્વચ્છતાના ઘણા પ્રશ્નો થઈ શકે છે. કારણ કે સેલ્યુલર કાટમાળ માસિકના લોહીમાં જોવા મળે છે, જેમ કે ગર્ભાશયની પેશીઓ અને બેક્ટેરિયા, વગેર અને તેથી ચહેરા પર લોહીનો ઉપયોગ હાનિકારક હોઈ શકે છે.