બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / PM મોદી રિઝલ્ટ અને એક્ઝિટ પોલના દિવસે શું કરે છે? ઈન્ટરવ્યૂમાં જણાવ્યો શિડ્યુલ

દિનચર્યા / PM મોદી રિઝલ્ટ અને એક્ઝિટ પોલના દિવસે શું કરે છે? ઈન્ટરવ્યૂમાં જણાવ્યો શિડ્યુલ

Last Updated: 11:33 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તે દિવસે કોઈને મારા રૂમમાં પ્રવેશવાની મંજૂરી નથી હોતી. મને પરિણામના દિવસે ફોન કરવાની પણ મંજૂરી નથી.

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા PM મોદીએ ABP Newsને આપેલા EXCLUSIVE ઇન્ટરવ્યુમાં વાત કરી છે. તેમણે પરિણામના દિવસે તેમની દિનચર્યા વિશે પણ જણાવ્યું હતું.

મતદાનના છેલ્લા તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એબીપી ન્યૂઝને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પરિણામના દિવસે તેમની દિનચર્યા વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે હું તે દિવસે ધ્યાન કરું છું. તે દિવસે કોઈને મારા રૂમમાં પ્રવેશવાની મંજૂરી નથી હોતી. મને પરિણામના દિવસે ફોન કરવાની પણ મંજૂરી નથી.

પીએમ મોદીએ 2002ની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું, આ 2002ની ઘટના છે, લોકો કહી રહ્યા હતા કે જીતવું મુશ્કેલ છે. હું મારા રૂમમાં હતો, મેં કહ્યું જે થશે તે થશે. ફોન આવ્યા ત્યારે મેં ઉપાડ્યા નહીં. ડોરબેલ વાગી રહી હતી, મેં કોઈને બોલાવ્યા અને તેણે મને કહ્યું કે પાર્ટીના લોકો મળવા માંગે છે. તે દિવસે બપોરે 2.30 વાગ્યે મેં પ્રથમ વખત પરિણામ જોયું. પછી મેં માળા મંગાવી અને કેશુભાઈ પટેલને માળા પહેરાવી અને મીઠાઈ ખવડાવી.

PM-Modi

પરિણામના દિવસે પીએમ મોદી શું કરે છે

પીએમએ કહ્યું, “અત્યારે પણ એક્ઝિટ પોલ અને પરિણામોના દિવસે પણ હું થોડો દૂર રહું છું. હું ન તો પરિણામો પર ધ્યાન આપું છું કે ન તો વલણો પર ધ્યાન આપું છું. હું એક મિશન ધરાવતો માણસ છું. ચૂંટણીના પરિણામના દિવસે મારા રૂમમાં કોઈને પ્રવેશવાની પરવાનગી નથી, મને ફોન આપવો પણ એલાઉન્ડ નથી હોતો.

વધુ વાંચોઃ રેમલ વાવાઝોડાની ચોમાસા પર શું પડશે અસર? આ રાજ્યોના ખેડૂતોને થશે બમ્પર ફાયદો

PM મોદીએ બીજું શું કહ્યું?

આ સિવાય વડાપ્રધાને દેશની અર્થવ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું, "અમે દેશની અર્થવ્યવસ્થાને 11મા નંબરથી 5મા નંબર પર લાવ્યા છીએ. 11મા નંબરથી 5મા નંબર પર આવવું એ એક મોટી છલાંગ છે. મને પૂરો વિશ્વાસ છે કે અમે છેલ્લા 10 વર્ષમાં જે પહેલ કરી છે, ગ્રાઉન્ડ પર જે કામ કર્યુ છે, આવનારા સમયમાં આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું.

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Interview PM Modi Narendra Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ