બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશીના પતિ શું કરે છે? પરિવારમાં કોણ-કોણ છે? જાણો
Last Updated: 05:54 PM, 17 September 2024
આમ આદમી પાર્ટીએ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરી છે. આતિશીના નામનો પ્રસ્તાવ અરવિંદ કેજરીવાલે કર્યો હતો અને વિધાનસભા દળની બેઠકમાં સર્વસંમતિથી આતિશીના નામ પર મોહર લગાવવામાં આવી હતી. આતિશી દિલ્હી રાજ્યની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનવા જઈ રહી છે. તે પહેલાં સુષમા સ્વરાજ અને શિલા દિક્ષિતે પણ દિલ્હીની કમાન સંભાળી હતી. જણાવી દઈએ કે આતિશી કાલકાજી વિધાનસભા બેઠકમાંથી વિધાનસભ્ય છે અને હાલમાં તેઓ પાસે કુલ 13 મંત્રાલય છે. રાજકીય વર્તુળોમાં આતિશી, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના વિશ્વાસૂં તરીકે ઓળખાય છે.
ADVERTISEMENT
આતિશીના માતા-પિતા કોણ છે?
દિલ્લીની નવી મુખ્યમંત્રી આતિશીનો જન્મ 8 જૂન 1981માં દિલ્લીમાં થયો હતો અને તે પંજાબી રાજપૂત પરિવારથી છે. તેમના પિતા વિજય સિંહ અને માતા તૃપ્તા વાહી બંને દિલ્લી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. પિતા વિજય સિંહે 'માર્ક્સ' અને 'લેનિન'માંથી કેટલાક અક્ષરો લઈને તેમનું નામ આતિશી માર્લેના રાખ્યું હતું. જો કે, 2019ના લોકસભા ચૂંટણી દરમિયાન આતિષી માર્લેનાએ પોતાના નામમાંથી માર્લેના શબ્દ હટાવી દીધો અને હવે તે આતિશી નામથી જ ઓળખાય છે.
ADVERTISEMENT
આતિશીના પતિ કોણ છે અને શું કરે છે?
આતિશીના પતિનું નામ પ્રવીણ સિંહ છે. 2020ની ચૂંટણીમાં આપેલી એફિડેવિટમાં આતિશીએ પોતાના પતિ સામાજિક કાર્યકર હોવાનો ઉલ્લેખ કર્યો હતો.. પ્રવિણ સિંહ હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ એક સંશોધક અને શિક્ષક છે. પ્રવીણ સિંહે આઈઆઈટી દિલ્લીથી અભ્યાસ કર્યો છે અને તેમણે આઈઆઈએમ અમદાવાદમાંથી પણ અભ્યાસ પૂર્ણ કર્યો છે.
આતિશીની સંપત્તિ કેટલી છે?
ચૂંટણી આયોગમાં આપેલા હલફનામા અનુસાર, આતિશી પાસે કુલ 1.41 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમના પતિ પાસે 81.42 લાખ રૂપિયાની સંપત્તિ છે. અને તેઓએ સોગંધનામામાં માહિતી આપી હતી કે તેમના પાસે ઘર અને કાર નથી. 2018-19 આતિશીની આવક 5.20 લાખ રૂપિયા હતી. આતિષી પાસે 20,000 રૂપિયા રોકડ અને બેંક એકાઉન્ટમાં 36,000 રૂપિયા હતા. તેમના નામે 39 લાખ અને 18 લાખ રૂપિયાની બે ફિક્સ ડિપોઝિટ્સ પણ હતી
આતિશીના પતિની સંપત્તિ?
2020ની ચૂંટણીમાં આપેલા સોગંધનામા અનુસાર આતિશીએ તેમના પતિની 2018-19ની કુલ આવક 3.71 લાખ રૂપિયા દર્શાવી હતી. સોગંધનામા અનુસાર આતિશીના પતિ પાસે 10,000 રૂપિયા રોકડ અને તેમના બેંક ખાતામાં 8.13 લાખ રૂપિયા હતા. તેમજ તેમના નામે 54.5 લાખ રૂપિયાની એક ફિક્સ ડિપોઝિટ પણ હતી.
અરવિંદ કેજરીવાલે આતિશીને જ દિલ્લીના નવા મુખ્યમંત્રી તરીકે શા માટે પસંદ કર્યા?
આતિશીની રાજકીય કારકિર્દીની વાત કરીએ, તો તેમણે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન રાજનીતિમાં પ્રથમ પગલું મૂક્યું હતું. આતિશી 2015થી 2018 સુધી દિલ્હીના ડિપ્યુટી CM અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કરી ચૂકયા છે. આ તેજ-તર્રાર 'આપ' નેતા પૉલિટિકલ અફેર્સ કમિટી એટલે કે પીએસીના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2019માં લોકસભા ચૂંટણીમાં પણ તેમણે પોતાની કિસ્મત અજમાવી હતી, પરંતુ તેમને ગૌતમ ગંભીર સાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જો કે બાદમાં વિધાનસભા ચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી.
આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલે LGને સોંપ્યું રાજીનામું, આતિશીએ રજૂ કર્યો સરકાર બનાવાનો દાવો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.