બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / છાપામાં આવતા રંગબેરંગી 4 ટપકાંનો અર્થ શું છે? જાણો તેના રંગોનું રહસ્ય!
Last Updated: 08:29 PM, 12 December 2024
ADVERTISEMENT
આ ડિજિટલ જમાનામાં પણ હજુ અનેક લોકો ન્યૂઝ પેપર વાંચે છે. તેમના દિવસની શરૂઆત જ અખબારથી થાય છે. ન્યૂઝ પેપરમાં ઘણું બધું બદલાઈ ગયું છે પણ અમુક વસ્તુઓ હજુ પણ એવીને એવી જ છે. જેમાના એક છે ન્યૂઝ પેપરની નીચે ચાર સર્કલ. જેનો અર્થ શું થાય છે તે અહીંયા જાણીશું.
ADVERTISEMENT
તમે અખબારના પાનાની નીચે ચાર રંગીન સર્કલ જોયા હશે, આ ચાર રંગીન સર્કલનો હેતુ અખબારની પ્રિન્ટિંગ પ્રક્રિયા સાથે સંબંધિત છે. આ સર્કલ મુખ્યત્વે પ્રિન્ટીંગ સેન્ટરમાં અખબારની ગુણવત્તા તપાસવા માટે હોય છે. દરેક સર્કલનો રંગ પ્રિન્ટરની સ્થિતિ સૂચવે છે. આ એ જણાવવા માટે હોય છે કે રંગો યોગ્ય રીતે પ્રિન્ટ થઈ રહ્યા છે કે નહીં. તેનાથી કોઈ ભૂલો અથવા ખામીઓ ઓળખી શકાય.
ADVERTISEMENT
આ સર્કલ અખબાર પર યોગ્ય રંગની પેટર્ન દોરવા માટે માર્કરની માફક કામ કરે છે. જેમાં લાલ, પીળો અને વાદળી એવા રંગો છે જે આપણે બીજા રંગોમાંથી બનાવી શકતા નથી. આ ત્રણ રંગોની મદદથી આપણે અનેક રંગો બનાવી શકીએ છીએ. પ્રિન્ટરમાં પણ આ ત્રણ કલરની પેટર્ન હોય છે, તેમાં કાળો રંગ ઉમેરવામાં આવે છે. ન્યૂઝ પેપરમાં રંગીન ડોટ્સ CMYK કહેવામાં આવે છે. જેમાં C નો અર્થ થાય છે Cyan (વાદળી), Mનો અર્થ Mangenta (ગુલાબી), Yનો અર્થ Yellow (પીળો) અને K નો અર્થ Key (કાળો)થાય છે. આ ચાર રંગો એકસાથે અખબાર પરના તમામ રંગો બનાવવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
અખબારમાં રંગબેરંગી ચિત્રો અને હેડલાઈન્સ પ્રદર્શિત કરવા CMYK મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રિન્ટિંગ દરમિયાન આ ચાર રંગોની પ્લેટો વિવિધ પેજ પર મૂકવામાં આવે છે. જ્યારે અખબારમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય તો તેનો અર્થ એ છે કે પ્લેટો ઓવરલેપ થઈ ગઈ છે. એક રંગનું ટપકું બીજા રંગ પર પડે તો ચિત્રનો રંગ પણ બગડી જાય છે. આ CMYK પેટર્નનો ઉપયોગ પુસ્તકો અને સામયિકોના પ્રિન્ટિંગમાં પણ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઇગલ પ્રિન્ટિંગ કંપનીએ સૌપ્રથમ વર્ષ 1906માં આ પેટર્નનો ઉપયોગ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે CMYK રંગો છાપવામાં આવે છે ત્યારે તે ચમકદાર દેખાતા નથી, પરંતુ ખૂબ ફિકા હોય છે. તેનાથી ઊંધું RGB નામના કલર મોડમાં હોય છે. જેનો મતલબ લાલ, લીલો અને વાદળી થાય છે. આ ત્રણ રંગો ટીવી, કોમ્પ્યુટર અને મોબાઈલ જેવા ડિજિટલ ડીવાઈસ પર કલર ડિસ્પ્લે બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ત્રણ રંગોના વિવિધ શેડ્સ મળીને ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ ડીવાઈસમાં લગભગ 16 મિલિયન રંગો ઉત્પન્ન કરે છે, જેથી સ્ક્રીન પર રંગોની વિશાળ વિવિધતા જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.