Team VTV01:04 PM, 01 Feb 23
| Updated: 01:09 PM, 01 Feb 23
કેન્દ્રીય બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે જેમાંથી આ જાહેરાતો સામાન્ય લોકો એટલે કે મિડલ ક્લાસ લોકોને સીધો ફાયદો કરાવશે.
કેન્દ્રીય બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી
મિડલ ક્લાસ માટે બજેટમાં કઈ ઘોષણાઓ થઈ
બજેટની આ જાહેરાત મિડલ ક્લાસ લોકોને સીધો ફાયદો કરાવશે
સંસદમાં આજે બજેટ 2023 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું પાંચમું બજેટ રજૂ કરી રહ્યા છે. કેન્દ્રીય બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. બજેટમાં આવી ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે જે સામાન્ય લોકો એટલે કે મિડલ ક્લાસ લોકોને સીધો ફાયદો કરાવશે.
બજેટમાં મિડલ ક્લાસને શું મળ્યું?
- મહિલા સમ્માન બચત યોજના અમલમાં આવશે
- 2 લાખ સુધીના રોકાણ ઉપર 7.5 ટકા વ્યાજ મળશે
- બચતની સ્કીમ વન ટાઈમ
- રોકાણની મર્યાદા 2 વર્ષની રહેશે
- વરિષ્ઠ નાગરિકો માટે બચત યોજનાની રોકાણ મર્યાદા વધારામાં આવી
- વરિષ્ઠ નાગરિકો માટે બચત મર્યાદા 15લાખથી વધારીને 30 લાખ
- વેપારમાં પાનકાર્ડને ઓળખપત્ર તરીકે માન્યતા
- 30 નેશનલ સ્કિલ સેન્ટર બનાવાશે
- 47 લાખ યુવાઓને 3 વર્ષ માટે સ્ટાઈપેન્ડ અપાશે