બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / અઠવાડિયામાં કયા દિવસે લોકો સૌથી વધારે સંભોગ કરે છે? નવા રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
Last Updated: 07:23 PM, 8 September 2024
યુકેની લક્ઝરી લિંગરી રિટેલર બ્રાન્ડ પોર મોઈએ એક સર્વે હાથ ધર્યો હતો , જેનો ઉદ્દેશ્ય મનુષ્યોની જાતીય આદતોને શોધવાનો હતો. જેમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકો શનિવારને હમ્પ ડે તરીકે માને છે. મતલબ કે આ દિવસે લોકો રાત્રે 10.09 વાગ્યે વધુ રોમાન્સ કરે છે. આ સર્વેમાં 2000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેઓ નિયમિતપણે રોમાન્સ કરે છે. 43 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ શનિવારે રોમાન્સ કરવાનું પસંદ કરે છે.
ADVERTISEMENT
10 ટકા લોકો રવિવારે સેક્સ કરે છે
22 ટકા લોકોએ કહ્યું કે તેમને શુક્રવારે સેક્સ કરવું ગમે છે. 10 ટકા લોકોએ રવિવારે સૌથી વધુ રોમાંસ કરવાની કબૂલાત કરી અને 6 ટકા લોકોએ ગુરુવારે સૌથી વધુ રોમાન્સ કરવાની કબૂલાત કરી. અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં લોકોએ રોમાંસમાં કોઈ રસ દાખવ્યો ન હતો. માત્ર 2 ટકા લોકોએ જ સોમવારે સેક્સ માણ્યું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના લોકો મોડી રાત્રે સેક્સ કરે છે. મોટાભાગના લોકોએ રાત્રે 10.09 વાગ્યે રોમાન્સ કરવાનું સ્વીકાર્યું. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકો બપોરના સમયે વધુ રોમાન્સ કરતા નથી.
ADVERTISEMENT
19 ટકા લોકોએ અઠવાડિયામાં 2 વખત સેક્સ કરતા હોવાનું કહ્યું
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોમવારે બપોરે 1:20 વાગ્યે સૌથી ઓછો રોમાંસ થાય છે. સર્વેમાં 48 ટકા લોકોએ ચોંકાવનારી વાત કહી. આ લોકોએ સ્વીકાર્યું કે તેઓ અઠવાડિયામાં એકવાર તેમના પાર્ટનર સાથે છેતરપિંડી કરે છે. એટલે કે અન્ય સ્ત્રી કે પુરુષ સાથે સંબંધ બાંધે છે. 19 ટકા લોકોએ અઠવાડિયામાં 2 વખત, 13 ટકાએ અઠવાડિયામાં 3 વખત, 7 ટકા લોકોએ અઠવાડિયામાં 4 વખત રોમાન્સ કરવાની કબૂલાત કરી હતી. 1 ટકા લોકોએ કહ્યું કે તેઓ દરરોજ સેક્સ કરે છે.
મહિલાઓને સેક્સની ઈચ્છા વધુ હોય છે
પુખ્ત વયના લોકો કેટલી વાર રોમાંસ ઈચ્છે છે? આ અંગે મહિલાઓ અને પુરુષોએ અલગ-અલગ કબૂલાત પણ કરી હતી. 25 થી 45 વર્ષની વયના પુરુષોએ અઠવાડિયામાં બે વાર સેક્સને યોગ્ય ગણાવ્યું. સાથે જ આ ઉંમરની મહિલાઓએ કહ્યું કે ચાર વખત સેક્સ બરાબર છે.
આ પણ વાંચોઃ 5 લોકો માટે ઝેર સમાન છે આ લીલું શાકભાજી, ખાતા હોય તો બંધ કરી દેજો, જીવ પર આવી બનશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.