What connection to the DPS and the ashram of Nityanand
અમદાવાદ /
DPS અને લંપટ નિત્યાનંદના આશ્રમનું ખાસ કનેક્શન, સ્કુલ બસનો આ રીતે કરાય છે ઉપયોગ
Team VTV11:48 AM, 18 Nov 19
| Updated: 12:39 PM, 18 Nov 19
અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં યુવતી ગુમ થવાના મામલે હવે સ્થાનિકોએ DPS સ્કૂલ અને નિત્યાનંદ આશ્રમનું કનેક્શન હોવાનો દાવો કર્યો છે. કયાં આધારે એ ફ્લેટનાં રહિશોએ આ દાવો કર્યો છે.
DPS અને નિત્યાનંદના આશ્રમનું કનેક્શન
DPS ની બસમાં મોડી રાત્રે યુવતીઓ આવે છે : સ્થાનીકો
આ કોલોનીમાં મોડી રાત્રે ડીજે વાગતું હોવાના સ્થાનીકોનો દાવો
DPSની બસમાં મોડી રાત્રે યુવતીઓ આવતી હતી
હાથીજણનાં એક ફ્લેટમાં યુવતીઓને ગોંધી રાખવાની વાત ફરિયાદમાં કરવામાં આવી હોવાથી પોલીસે હાથીજણનાં આ ફ્લેટમાં તપાસ માટે પહોંચી હતી. આ તપાસ દરમિયાન સ્થાનિકોનું કહેવું છે કે યુવતીઓને અમન ઇન્ડિયા કોલોનીમાં રખાતી હતી. સ્થાનિકોએ દાવો કર્યો છે કે DPS ની બસમાં મોડી રાત્રે યુવતીઓ ગમે ત્યારે આવતી અને ગમે ત્યારે જતી હતી. તેમજ તેમને મુકવા લેવા મટે DPSની બસ આવતી હતી. આ કોલોનીમાં મોડી રાત સુધી ડીજે વાગતું હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.
આ કેસમાં હેબિયસ કોપર્સ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ
આ ઘટનામાં પોલીસ તપાસમાં શરુઆતથી જ બેદરકારી સામે આવી છે. જેને પગલે યુવતીનાં માતા પિતા સોમવારે હેબીયસ કોપર્સ દાખલ કરવાનાં છે. એક તરફ નિત્યાનંદ વિવાદમાં સપડાતા ડીપીએસે તેમની સાથે 1 વર્ષ પહેલા છેડો ફાડી નાંખ્યાંનુ રટણ કર્યું હતુ. ત્યારે પુષ્પક સિટીનાં ફ્લેટનાં રહીશોએ તેમની પોલખોલી હતી.
એક દંપતીનાં 2 સગીર સહીત 4 સંતોનોને ગોંધવાનો કેસ
એક દંપતીએ પોતાનાં 1 સગીર દિકરા (12), 1 સગીર દીકરી(14), 18 અને 21 વર્ષની બીજી બે દીકરીઓ એમ મળીને તેમનાં 4 બાળકોને દ. ભારતનાં નિત્યાનંદનાં હીરપુરમાં આવેલાં આશ્રમ ગોંધી રાખ્યાં હોવાની ફરિયાદ વિવેદાનંદ પોલીસસ્ટેશનમાં 1 નવેમ્બરે નોંધાવી હતી. જેને પગલે પોલીસે અરજી નોંધી 12 અને 14 વર્ષનાં સગીર દિકરા અને દીકરીને 2 નવેમ્બરે છોડાવ્યાં હતા. જ્યારે 18 વર્ષની યુવતીએ વીડિયો કોલમાં પાછા આવવાની ના પાડતાં પોલીસે આમાં કોઈ ફરિયાદ ન લઈ કેસનું પડીકું વાળી દીધું હતું. જ્યારે 21 વર્ષની યુવતી વિદેશનમાં હોવાનું મનાઈ રહ્યું છે.
ગુમ યુવતીનાં માતા પિતા 3 દિવસ પોલીસ સ્ટેશનનાં ધક્કા ખાધા
હજું આશ્રમમાં જ રહેલી 2 પુત્રી પરત મેળવવા માટે આવેલા દંપતીને પોલીસે મદદ ન કરી. આ દંપતી 3 દિવસ પોલીસ સ્ટેશનમાં બેઠા રહ્યાં. છોકરી પાછી આવવા તૈયાર ન હોઈ પોલીસ બીજી તરફ કરણીસેએ બપોરે આશ્રમમાં ઘૂસી ધરણા કર્યાં. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ફોર્સ સાથે આવી કરણીસેનાને બહાર કાઢી મુક્યાં
પોલીસે તપાસ ટલ્લે ચઢાવી હતી
પોલીસ પર આક્ષેપ છે કે તેઓ આશ્રમમાં ચાલતા ગોરખધંધાઓને બચાવવા મેદાને પડ્યાં છે તો બીજી તરફ મહિલાઓનાં હકની વાતો કરતી કોઈ સંસ્થા એ મામલે કંઈ જ બોલી નથી. ત્યાં સુધી કે આશ્રમમાં આટલી યુવતીઓ રહેતી હોવાથી તેમની સુરક્ષાનો મુદ્દો હોવા છતાં મહિલા આયોગ કે અન્યએ કોઈ તપાસ હાથ ધરી નથી. તેમજ પોલીસે દંપતીને કહ્યું હતું કે તમારી દીકરીઓ 2-3 દિવસમાં આવી જશે કહી તપાસ ટકલ્લે ચઢાવી હતી. યુવતી સાથે વીડિયો કોલિંગ કરી પોલીસે સ્કાયપી પર વાત તો કરી પણ આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની તસ્દી સુદ્ધા લીધી ન હોતી.
આ કેસમાં 2 ફરિયાદ દાખલ કરાઈ
પરત ફરેલા બન્ને સગીરે માતા પિતાને તેમની સાથે બાળક મજુરી જેવાં અનેક કામો કરાવતાં હોવાનું જણાવ્યું હતું. જેને મીડિયામાં આ ઘટનાને અવકાસ મળતાં પોલીસે રવિવારે રાતે વિવેકાનંદ પોલીસ મથકે આશ્રમનાં સંચાલકો સામે 2 ફરિયાદ નોંધી હતી. જેમાં એક ફરિયાદ અપહરણ અને ચાઈલ્ડ લેબર એક્ટ (પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ-૧૯૮૬)ની કલમો ૧૪,૩૬૫, ૩૪૪, ૩૨૩, ૫૦૬(૨), ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આખરે નિત્યાનંદમ, પ્રાણપ્રીયા, અને પ્રિયતત્વા સામે પોલીસે ગુનો નોંધાયો હતો. બીજી તરફ સરકાર તરફથી દબાણ થયા બાદ પોલીસે ગુનો નોંધ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ તપાસ DYSP કક્ષાનાં અધિકારીઓને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાળકોનું અપહરણ કરી પુષ્પક સિટીનાં મં. 107માં ગોંધી રાખી જાનથી મારી નાંખવાની ધમકી પણ આશ્રમવાળાઓએ આપી હતી.
DPSનું આશ્રમ કનેક્શન
આશ્રમ અને DPSનાં પ્લે ગ્રાઉન્ડ વચ્ચે કોઈ દિવાલ બનાવાયી નથી. પ્લે ગ્રાઉન્ડમાંથી આશ્રમમાં અવર જવર થઈ શકે છે. ત્યારે સવાલ એ પણ છે કે DEOને હજુ સુધી આ વાતની જાણ કેમ નથી? બીજો સવાલ એ છે કે જો તેઓ આ અંગે માહિતગાર છે તો સ્કૂલ સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરાયી?
સાધ્વીઓ 3 દિવસથી વીડિયોગ્રાફી કરી નિત્યાનંદને મોકલી રહી
આશ્રમમાં મોબાઈલથી વીડિયોગ્રાફી કરવી પ્રતિબંધિત છે, પણ સાધ્વીઓએ જ્યારે પોલીસ અને મીડિયા આશ્રમમાં પ્રવેશી તો તેનો સતત 3 દિવસ વીડિયો ઉતારી નિત્યાનંદને મોકલતા હતાં.
બે સગીર ભાઈ- બહનને 1 ફ્લેટમાં 21 દિવસ ગોંધી રખાયા
ગુમ યુવતીનાં બે સગીર ભાઈ બહેનને હાથીજણ સર્કલથી 7 કિમી દુર પુષ્પક સિટીનાં બે ફ્લેટમાંથી છોડવવામાં આવ્યાં હતા. જે ફ્લેટમાંથી રવિવારે રાતે વધુ 3 યુવતીઓ મળી આવી છે. પીડીત સગીર ભાઈ-બહેનને અહીં 21 દિવસ સુધી ગોંધી રખાયા હતા.
પીડિતાનો પિતા આશ્રમમાં કામ કરતો હતો
બીજી તરફ આશ્રમનાં સંચાલકોએ પોલીસને જણાવ્યું હતું કે આ યુવતીનાં પિતા આશ્રમમાં કામ કરતાં હતા. તેઓ વર્ષ 2016થી નિત્યાનંદનાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં હતાં. જેમણે ગેરરીતિઓ આચરી હોવાથી તેમને આશ્રમમાંથી કાઢી મુંકવામાં આવ્યાં હતાં. જેથી તેઓ આશ્રમને બદનામ કરવા આમ કરી રહ્યાં છે. જેને પગલે પોલીસે આશ્રમ પાસે આ અંગે પુરાવા માંગ્યા છે. આશ્રમનાં સંચાલકો હવે પીડિતાનાં પિતા વિરુદ્ધ પુરાવા એકઠા કરાઈ રહ્યાં છે.
એડવોકેટ નીતિન ગાંધી નિત્યાનંદ આશ્રમ પહોત્યાં
અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદ નોંધાયાં બાદ આશ્રમનાં એડવોકેટ નીતિન ગાંધી નિત્યાનંદ આશ્રમ પહોંચ્યાં હતાં. જ્યાં તેઓ સંચાલિકા સાથે સમગ્ર બાબતે ચર્ચા કરી રહ્યાં છે.