બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / What can the world do about the Myanmar crisis?

વિશેષ / મ્યાનમાર સંકટ પર દુનિયા શું કરી શકે?

Kavan

Last Updated: 10:25 PM, 5 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યાનમાર પોલીસે સૈન્ય તખતાપલટ વિરુદ્ધ પ્રદર્શનોનાં સપ્તાહના સૌથી લોહિયાળ દિવસમાં રવિવારે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં કમસે કમ સાત લોકો મૃત્યુ પામ્યા અને અનેક ઘાયલ થયા.

  • મ્યાનમાર સંકટ પર દુનિયા શું કરી શકે?
  • ૧૯૬૨થી ૨૦૦૧ સુધી સૈન્ય શાસન
  • બાયડન પ્રશાસન દ્વારા પ્રતિબંધ લદાયા

મ્યાનમારમા સેનાએ ૧ ફેબ્રુઆરીના રોજ તખ્તા પલટ બાદ દેશના ઇતિહાસમાં બ્રિટિશ શાસનથી ૧૯૪૮માં આઝાદી મેળવ્યા બાદ ત્રીજી વખત સત્તા મેળવી હતી. ચૂંટાયેલી સરકારનાં નેતા આંગ-સાન-સુ-કી અને તેમની પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસીએ ૨૦૧૫ની ચૂંટણીઓમાં એક તરફી ભારે જીત મેળવી હતી. સેના દ્વારા સત્તા મેળવ્યા બાદ સુ-કી અને તેમની પાર્ટીના મોટાભાગના નેતાઓને કસ્ટડીમાં લીધા બાદ મ્યાનમાર અરાજકતાના સમયમાંથી પસાર થઇ રહ્યું છે. 

એવું નથી કે આઝાદી બાદ મ્યાનમાર સેનાથી આઝાદ થઇ ચુક્યું હતું. તેનું સંવિધાન સૈન્ય શાસકો દ્વારા ૨૦૦૮માં લાગુ કરાયું હતું. દેશને એક દ્વિસદનીય  વિધાનસભા સાથે  સંસદીય પ્રણાલીના રૂપમાં શાસિત કરવામાં આવે છે. સેના દ્વારા ૨૫ ટકા ધારાસભ્યો નિયુક્ત કરાય છે. બાકી ચૂંટણી પ્રણાલીમાંથી આવે છે. 

૧૯૬૨થી ૨૦૦૧ સુધી સૈન્ય શાસન

આ પહેલાં મ્યાનમારમાં વર્ષ ૧૯૬૨થી ૨૦૦૧ સુધી સૈન્ય શાસન રહ્યું. ૧૦૯૦ના દાયકામાં સુ-કીએ મ્યાનમારના સૈન્ય શાસકોને પડકાર આપ્યો. મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર બન્યા બાદથી આંગ-સાન-સુ-કીએ મ્યાનમારના અલ્પસંખ્યક રોહિંગ્યા મુસલમાનો અંગે જે વલણ અપનાવ્યું હતું તેની ખૂબ જ ટીકા થઇ. લાખો રોહિંગ્યાએ મ્યાનમારમાંથી પલાયન કરીને બાંગ્લાદેશમાં શરણું લીધું. 

એશિયાના એક મહત્ત્વપૂર્ણ દેશ મ્યાનમારમાં ફરીથી તાનાશાહીની દુનિયાભરમાં ટીકાઓ થઇ. મોટાભાગના દેશોએ સરકારને આ રીતે હટાવવા પર નિરાશા વ્યક્ત કરતા ત્યાં ફરી વખત લોકતંત્ર બહાલીની માગણી કરી છે, પરંતુ પ્રશ્ન એ ઊઠે છે કે આખરે દુનિયાના દેશ મ્યાનમારમાં પરિસ્થિતિ સુધારવા માટે કંઇ કરી શકવા સક્ષમ છે?

બાયડન પ્રશાસન દ્વારા પ્રતિબંધ લદાયા

મ્યાનમારની સેના દ્વારા નિયુક્ત વિદેશ પ્રધાન વુના-માઉંગ-લિવિનના પોતાના થાઇ અને ઇંડોનેશિયાઇ સમકક્ષોની સાથે અઘોષિત બેઠક માટે બેંગકોક આગમન સાથે જ દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશો માટે એક કઠિન રાજકીય કોશિશની શરૂઆત થઇ ચૂકી હતી. વાસ્તવમાં મ્યાનમારમાં જે પણ કંઇ થઇ રહ્યું છે તેમાં રસ દાખવનાર દેશો માટે આ સંકટ એક સામાન્ય પડકાર છે. મ્યાનમારને લઇને દુનિયાની સૈન્ય અને આર્થિક મહાશક્તિઓની પ્રતિક્રિયાઓએ લોકોનુ સૌખી વધુ ધ્યાન ખેંચ્યું છે. અમેરિકાના બિડેન પ્રશાસન દ્વારા પ્રતિબંધ લગાવાયા છે અને યુરોપીય સંઘ દ્વારા તેની તૈયારીઓ થઇ રહી છે. 

૧૯૯૦ના દાયકામાં અમેરિકાએ મ્યામાંર પર વ્યાપક આર્થિક પ્રતિબંધ લગાવ્યા 

ચીન તરફથી આશાને અનુરૂપ એક કોરું કોરું નિવેદન આવ્યું છે, જેમાં તમામ પક્ષોએ પોતાના મતભેદોને શાંતિથી પતાવવાનો આગ્રહ કર્યો છે, પરંતુ ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક નિવેદનનું સમર્થન કર્યું જેમાં આંગ-સાન-સુ-કીની મુક્તિ અને લોકતાંત્રિક માપદંડોની વાપસીનું આહવાન કરાયું છે. તેની પરથી જાણવા મળે છે કે ચીન પણ આ તખ્તાપલટથી ખુશ ન હતું, પરંતુ અમેરિકા અને ચીન બંનેની પાસે મ્યાનમાર સંકટ સામે લડવાને લઇને સીમિત વિકલ્પ છે. આ ક્ષેત્રમાં એમેરિકાનો પ્રભાવ ઓછો છે અને તે ગઇ વખતના એ સમય કરતાં પણ ઓછા છે, જ્યારે ૧૯૯૦ના દાયકામાં અમેરિકાએ મ્યામાંર પર વ્યાપક આર્થિક પ્રતિબંધ લગાવ્યા હતા. 

તખતાપલટ પાછળ ચીનનો હાથ 

આ તખતાપલટ પાછળ ચીનનો હાથ તથા સમર્થન હોવાની પણ ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. તેનું એક કારણ એ પણ છે કે તેનો સૌથી વધુ લાભ ચીનને થતો દેખાય છે. કેમકે એક સુપર પાવરના રૂપમાં તે નવી સરકારને હથિયારોની આપૂર્તિ જારી રાખવાને લઇને અને રોકાણના રૂપમાં ઉપયોગમાં લઇ શકે છે. જોકે તે કોઇ છૂપી વાત નથી કે ચીનના સંબંધ આંગ-સાન-સુ-કીના નેતૃત્વવાળી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી સાથે ખૂબ જ સારા હતા. 

આસિયાન સંગઠન એક સાથે આ મુદ્દા પર બોલી શક્યું નથી. તેના સભ્યો થાઇલેન્ડ, વિયતનામ, કમ્બોડિયા ત્યાં સુધી કે ફિલિપાઇન્સે પણ તખતાપલટને મ્યાનમારનો આંતરિક મુદ્દો ગણાવતા તેની ટીકા કરવાનો ઇનકાર કરી દીધો છે. પોતાની તમામ નબળાઇઓ છતા આસિયાન એક એવું મંચ છે જ્યાં મ્યાનમારના વરિષ્ઠ અધિકારીઓનું સ્વાગત કરાશે અને ત્યાં વાતચીતના રસ્તા હંમેશાં ખુલ્લા રહેશે.•

સંકળાયેલા મુદ્દાઓ

Myanmar crisis Vtv Exclusive બેંગકોક મ્યાનમાર Myanmar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ