what is better hair smoothening or hair straightening
ટ્રીટમેન્ટ /
હેર સ્મૂધનિંગ કે સ્ટ્રેટનિંગ, જાણો શું છે વધુ સારુ?
Team VTV11:45 AM, 14 May 19
| Updated: 01:11 PM, 14 May 19
હેક્ટિક લાઇફ સ્ટાઇલમાં મોટાભાગે લોકો પાસે વાળની સંભાળ લેવાનો સમય જ નથી હોતો. સિલ્કી અને શાઇની હેરની ઇચ્છામાં લોકો પાર્લરમાં જઇ વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે છે. ડ્રાઇ અને ફ્રિઝી હેરને ઠીક કરવા મોટા ભાગે લોકો સ્ટ્રેટનિગં અપનાવે છે. જ્યારે અન્ય કેટલાક લોકો સ્ટ્રેટ હેર ટ્રેન્ડ ફોલો કરવા પણ હેરને સ્ટ્રેટ કરાવે છે. પણ ઘણીવાર પ્રશ્ન ઉભો થાયા છે કે સ્ટ્રેટનિંગ ખરેખર હેર માટે સાચી ટ્રીટમેન્ટ છે. અથવા સ્મૂધનિંગ પણ કરાવી શકીએ છીએ? ચાલો અહીં જાણીએ.
હેર સ્મૂધનિંગ એક કેમિકલ પ્રક્રિયા છે જેમા વાળને પોર્મેલ્ડિહાઇડ સોલ્યૂશનમાં સેચ્યુરેટ કરવામાં આવે છે. સેચ્યુરેશન બાદ તેને હીટિંગ આયરનથી સ્ટ્રેટ કરી સુકાવામાં આવે છે. આપને જણાવીએ કે ફોર્મેલ્ડિહાઇડને કોઇ એક્સપર્ટના સુપરવિઝનમાં જ ઉપયોગ કરવો જોઇએ.
સ્મૂધનિંગથી સ્કીન, આંખો અને શ્વાસની નળીના ઉપલા હિસ્સામાં બળતરા થઇ શકે છે.
હેર સ્ટ્રેટનિંગમાં હેર રીબિલ્ડિંગ થાય છે, તેમાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તે હેરના શેફ્ટના બોન્ડને હંમેશા માટે તોડી નાંખે છે. તેને હીટ કરી ફરીવાર બનાવવામાં આવે છે. ત્યારબાદ જે નવા બોન્ડ બને છે તેને જોડવા માટે કેમિકલ લગાવવામાં આવે છે. તેને થર્મલ રિકન્ડિશનિંગ પણ કહીએ છીએ.
સ્ટ્રેટનિંગની પ્રક્રિયામાં હેરને વધારે નુકશાન પહોંચે છે. કેમિકલ્સ અને વાળના નેચરલ બોન્ડથી છેડછાડ વાળને કમજોર બનાવે છે.