બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / what are the signs of high blood pressure in gujarati

સાવધાન / ભારતમાં 35.5 ટકા લોકોને છે High BP, આ 10માંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત કરાવો ચેક-અપ

Vikram Mehta

Last Updated: 12:28 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની કુલ વસ્તીના 35.5 ટકા લોકો હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અહીંયા અમે તમને હાઈપરટેન્શનના 10 લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ. જો તમારામાં પણ આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો.

  • 35.5 ટકા લોકો હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત
  • જાણો હાઈપરટેન્શનના 10 લક્ષણો
  • આ લક્ષણો જોવા મળે તો આજે લો ડૉકટરની સલાહ

ભારતની કુલ વસ્તીના 35.5 ટકા લોકો હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઉપરાંત 28.6 લોકો મેદસ્વીતાનો શિકાર છે. સમય રહેતા લોકો સચેત અને જાગૃત નહીં થાય તો લોકોમાં હાઈપરટેંશન અને હ્રદય રોહ સહિત અન્ય બિમારીઓ તેજીથી ફેલાઈ શકે છે. અહીંયા અમે તમને હાઈપરટેન્શનના 10 લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ. જો તમારામાં પણ આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો. 

હાઈ બ્લડપ્રેશરના લક્ષણો (symptoms of high blood pressure)

  • હાઈ બ્લડ પ્રેશરના લક્ષણોનું મુખ્ય લક્ષણ છે, માથાનો દુખાવો થવો. સવારે ઉઠ્યા પછી સતત માથાનો દુખાવો થાય તો તે હાઈ બીપીનું લક્ષણ હોઈ શકે છે. 
  • હાઈ બીપીની સમસ્યામાં શ્વાસ લેવાની સમસ્યા પણ થાય છે. 
  • આખો દિવસ આરામ કર્યા પછી પણ થાક લાગે તો, તે હાઈ બીપીનું લક્ષણ હોઈ શકે છે. 
  • જે વ્યક્તિ હાઈ બીપીની શિકાર હોય તેને નાકમાંથી લોહી પણ નીકળવાની પણ સમસ્યા હોઈ શકે છે. ગરમીમાં આ સમસ્યા વધી જાય છે. 
  • જો તમને ઊંઘ ના આવતી અને રાત્રે બેચેની થતી હોય તો તમારે બીપી ચેક જરૂરથી કરાવવું જોઈએ. 
  • હાઈ બીપીની સમસ્યામાં આંખોમાં લોહીના ધબ્બા પણ જોવા મળી શકે છે. 
  • હાઈ બીપીની તકલીફ હોય તો વધુ પડતો પરસેવો થાય છે. 
  • હાઈપરટેંશનની સમસ્યામાં ગભરામણ થાય છે. 
  • હાઈ બીપીની તકલીફ હોય તો હ્રદયના ધબકારા પણ અનિયમિત રહે છે. 
  • હાઈ બ્લડપ્રેશરના દર્દીઓની નજર નબળી થવા લાગે છે. જો તમને પણ એવું લાગી રહ્યું છે કે, તમારી આંખો નબળી પડી રહી છે અને માથામાં દુખાવો થતો હોય તો તમારું બીપી જરૂર ચેક કરાવવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

High blood pressure headache health tips signs of high blood pressure symptoms of high blood pressure હાઈ બીપીના લક્ષણ હાઈ બ્લડપ્રેશર Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ