બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / What AAP could not do for years in Surat was done by AAP leaders

પ્રસંશનીય કામગીરી / સુરતમાં જે કામ ભાજપ વર્ષો સુધી નહોતું કરી શક્યું તે AAPના નેતાઓએ કરી દેખાડ્યું

Kiran

Last Updated: 02:36 PM, 3 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલી ખાડીમાં આપના પ્રદેશ અધ્યક્ષ, નગરસેવકો અને કાર્યકરોએ જાતે ખાડીમાં ઉતરી સફાઈનો આરંભ કર્યો હતો

  • AAP કાર્યકરોએ ખાડીમાં ઉતરી કરી સાફસફાઈ
  • પાલિકાની કામગીરી સામે AAPએ રોષ વ્યક્ત કર્યો 
  • ચોમાસામાં ખાડીમાં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ

સુરતમાં આપ કાર્યકરોનો અનોખ વિરોધ જોવા મળ્યો હતો. સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલી ખાડીમાં આપના પ્રદેશ અધ્યક્ષ, નગરસેવકો અને કાર્યકરોએ જાતે ખાડીમાં ઉતરી સફાઈનો આરંભ કર્યો હતો. સુરત કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરી હોવા છતા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવી હોવાનો  આક્ષેપ કરાયો હતો.

AAP કાર્યકરોએ ખાડીમાં ઉતરી કરી સાફસફાઈ

મહત્વનું છે કે સુરતમાં પ્રિમોન્સુન કામગીરી દરમિયાન ખાડી વિસ્તારની આજુબાજુ પણ કામગીરી કરવાની હોય છે, ચોમાસા દરમિયાન ખાડી પૂરની દહેશત જોવા મળતી હોય છે. ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. તેના કારણે પુણા, લિંબાયત,પરવત ગામ, પરવત પાટિયા સહિતના વિસ્તારની અંદર ખાડી પૂરના પાણી પ્રવેશી ગયા હતાં. જેથી લોકોને ભારે હાલાકી થઈ હતી. પરંતુ આ વર્ષે પણ સુરત મનપા એ પ્રિ-મોન્સુનની કામગીરીને લઈ ચોક્કસ પગલાં ન ભરતા આપ પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો.

 
પાલિકાની કામગીરી સામે AAPએ રોષ વ્યક્ત કર્યો 

આપ પક્ષે વારંવાર ખાડીની સફાઈ કરવાની રજૂઆત કરવા છતા કામગીરી ન થયાનો આક્ષેપ કરી જાતે જ ખાડીમાં ઉતરીને સાફસફાઈ કરવા લાગી ગઈ હતી. તેમને જણાવ્યું હતું કે કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી કે, જો તમે આ પ્રકારે સફાઇની કામગીરી નહીં કરો અમે આંદોલન કરીશું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો.


ખાડીમાં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ

મહત્વનું છે કે ખાડીમાં દૂષિત પાણી હોવાથી આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો ઊભા થતાં હોય છે. તેમજ ચોમાસા સિવાય પણ સામાન્ય દિવસોમાં આ વિસ્તારની હાલત એકદમ બત્તર થઈ જાય છે ખાડીમાં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે. જેના લીધે આસપાસની સોસાયટીઓના રહીશોને મેલેરિયા,ડેન્ગ્યુ જેવા રોગોનો સામનો કરવો પડે છે. કેટલીક જગ્યાએ એટલી હદે ગંદકી થઈ છે કે, જેના લીધે ચોમાસામાં ખાડીમાં બહાર આવવાની શક્યતાઓ વધી જાય છે.

આપના નગરસેવકના જણાવ્યા મુજબ SMC કમિશ્નર ,મેયર ,ડે.મેયર તેમજ ઝોન ઓફીસમાં લેખિતમાં રજૂઆત કરી છતાં ખાડીની સાફ સફાઈ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા અમે આજે ખાડી સફાઈની કામગીરી શરૂ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

AAP Corporators AAP Leaders Cleanliness drive SMC આપ કાર્યકર્તા આપ નેતા નાળાની સફાઈ સાફસફાઈ સુરત કોર્પોરેશન AAP leaders
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ