બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / What a catch! ક્રિકેટરે હવામાં ઉડી પકડ્યો કેચ, વીડિયો જોઈ ચાહકો બોલ્યા શકિતમાન
Last Updated: 08:12 PM, 13 January 2025
ન્યૂઝીલેન્ડના ક્રિકેટર ગ્લેન ફિલિપ્સ તેની ફિલ્ડિંગના કારણે ખૂબ ફેમસ છે. તે અમુક વખત એવા ઈમ્પોસિબલ કેચ કરતો હોય છે જેને જોઈને આપણી આંખોને પણ વિશ્વાસ ન આવે. તેની ફિલ્ડિંગના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતાં હોય છે. પણ તેનો ભાઈ પણ ફિલ્ડિંગમાં કમ નથી. તે પણ ચિત્તાની માફક બોલને ઝડપતો હોય છે. નાના ભાઈ ડેલ ફિલિપ્સનો આવો જ એક કેચ વાયરલ થયો છે.
ADVERTISEMENT
ગ્લેન ફિલિપ્સ ફિલ્ડિંગ દરમિયાન 10-20 રન બચાવી લેતો હોય છે. તેનો નાનો ભાઈ પણ તેની માફક જ ફિલ્ડિંગ કરે છે. ડેલ ફિલિપ્સે એક એવો કેચ ઝડપ્યો છે જેને જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયો ન્યૂઝીલેન્ડની એક ડોમેસ્ટિક ક્રિકેટ બોર્ડ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં તેને સ્ક્વેર લેગની બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે હવામાં છલાંગ લગાવીને કેચ લપક્યો હતો.
DAMN. Dale Phillips. What a catch! pic.twitter.com/mlBssRAyK6
— Otago Cricket (@OtagoCricket) February 8, 2023
ADVERTISEMENT
મોટાભાગે આવા કેચ હાથમાં ચોંટી જતા હોય છે. પણ બાઉન્ડ્રી પર બેલેન્સ બગડી જવાથી પગ બાઉન્ડ્રી પર ટચ થઈ જતો હોય છે. જેથી કેચ ગણાતો નથી અને સિક્સ કાઉન્ટ થઈ જાય છે. પણ ડેલ ફિલિપ્સ એક જોરદાર એથલીટની માફક નજરે પડ્યાં. ડેલે બાઉન્ડ્રી પર શાનદાર કેચ પણ ઝડપ્યો હતો અને બોડી પર કંટ્રોલ પણ જાળવી રાખ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડેલ ફિલિપ્સને હજુ સુધી કોઈ ઇન્ટરનેશનલ મેચમાં રમવાનો મોકો નથી મળ્યો. પરંતુ તે 100 જેટલી ડોમેસ્ટિક મેચ રમી ચૂક્યો છે. તે બેટ્સમેન છે પરંતુ પાર્ટ ટાઇમ પેસ બોલિંગ પણ કરી લે છે. તો ગ્લેન ફિલિપ્સને ઓલરાઉન્ડર તરીકે રમાડવામાં આવે છે. જે સ્પિન બોલિંગ પણ કરી લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.