બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:07 PM, 7 August 2024
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ વજન વધારાને કારણે કુસ્તીની ફાઈનલમાંથી બહાર થઈ છે. વિનેશનું ફક્ત 100 ગ્રામ વજન વધારે હતું તેમાં તે ડિસ્ક્વોલિફાઈ થઈ ગઈ હતી. ડિસ્ક્વોલિફાઈ થયા બાદ પણ લોકોને આશા હતી કે કદાચ કોઈ ચમત્કાર થાય તો વિનેશને ફરી તક મળી શકે પરંતુ હવે આ આશા પર પણ પાણી ફરી વળ્યું છે.
ADVERTISEMENT
શું બોલ્યાં વર્લ્ડ રેસલિંગ પ્રેસિડન્ટ
ઈન્ડીયન ઓલિમ્પિક એસોસિએશને વિનેશને ડિસ્ક્વોલિફાઈ કરવાનો નિર્ણય વર્લ્ડ રેસલિંગ બોડીમાં પડકાર્યો હતો પરંતુ વર્લ્ડ રેસલિંગ બોડીનો સત્તાવાર ખુલાસો આવી ગયો છે. વર્લ્ડ રેસલિંગ બોડીના પ્રમુખે કહ્યું કે નિયમ તો નિયમ છે, હવે કંઈ નહીં થઈ શકે. પ્રમુખના આ નિવેદન બાદ રહી સહી આશા પર પણ પાણી ફરી વળ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : એક રાતના કેટલા? મોલ બહાર છોકરા-છોકરીએ પત્નીને કહ્યું, પછીનો સીન ખતરનાક
વજન વધારાને કારણે વિનેશ અયોગ્ય જાહેર
ભારતની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટ પર વજન વધારાને કારણે કુસ્તીની ફાઈનલ રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. વિનેશ ફોગાટને બદલે હવે ક્યુબાની પહેલવાન લોપેઝને ફાઈનલમાં રમવાની તક મળી છે. વિનેશ ફોગાટ ગઈ કાલે જ લોપેઝને સેમી ફાઈનલમાં હરાવી હતી. 6 ઓગષ્ટની રાત્રે વિનેશ ફોગટનું ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થયું હતું. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં ભારતીય સ્ટાર વિનેશ ફોગાટે એક જ દિવસમાં ફાઇનલમાં પહોંચવાની સફર પૂર્ણ કરી હતી. વિનેશે તેની ત્રણેય મેચો જીતી લીધી અને ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કરવા માટે ફાઇનલમાં પહોંચી, પરંતુ બીજા દિવસે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી. વિનેશનું વજન 100 થી 150 ગ્રામ વધુ હતું, જેના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી અને હવે તેને કોઈ મેડલ નહીં મળે. વિનેશ હાલમાં ઓલિમ્પિક વિલેજના પોલીક્લીનિકમાં છે તેની તબિયત સારી છે. ડીહાઈડ્રેશનને કારણે તે અગાઉ પણ બેહોશ થઈ ગઈ હતી. ભારતીય ટીમ પાસે આ નિર્ણય સામે અપીલ કરવાનો કોઈ વિકલ્પ નથી.
વિનેશ ફોગાટ હવે ભારત પાછી ફરશે
આ હતભાગી ઘટના બાદ વિનેશ ફોગાટ હવે ભારત પાછી ફરશે અને તે પણ મેડલ લીધા વગર. ગોલ્ડ જીતવાનું વિનેશનું પલડું ભારે હતું પરંતુ અંત વેળાએ તેના શરીરે સાથ ન આપ્યો અને વજન વધારાને કારણે ફાઈનલમાંથી બહાર ફેંકાઈ ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.