બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Westinghouse launch its new variants of television with awesome features

ગેજેટ / લોન્ચ થયું 8 હજારમાં 32 ઇંચનું શાનદાર ટીવી, સાઉન્ડ એટલું જબરદસ્ત કે સિનેમાઘર જેવી ફીલિંગ

MayurN

Last Updated: 07:54 PM, 9 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટિંગહાઉસે ભારતમાં ત્રણ ટીવી મોડલ (32,43,50 ઇંચ) રજૂ કર્યા છે. તેની શરૂઆતી કિંમત 7,999 રૂપિયા છે. આવો જાણીએ ટીવી પર શું મળશે ફીચર્સ

  • ભારતીય માર્કેટમાં જોવા મળશે સસ્તા ટીવી 
  • વેસ્ટિંગહાઉસના નીચા મોડેલનો ભાવ 7999
  • 43 ઇંચ અને 50 ઇંચના સ્માર્ટ ટીવીમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ

વેસ્ટિંગહાઉસ લઈને આવ્યા ત્રણ નવા ટીવી
વેસ્ટિંગહાઉસે ગયા વર્ષે ભારતમાં તેના સ્માર્ટ અને નોન-સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા હતા. હવે USની આ બ્રાન્ડે પોતાના ઇન્વેન્ટરીમાં ત્રણ નવા મોડલ રજૂ કર્યા છે- 32 ઇંચના નોન સ્માર્ટ ટીવી, 43 ઇંચના યુએચડી અને 50 ઇંચના યુએચડી સ્માર્ટ ટીવી. તેની શરૂઆતી કિંમત 7999 રૂપિયા છે. આ ત્રણ મોડલ 13 જૂનથી ગ્રાહકો માટે એમેઝોન પર ઉપલબ્ધ થશે. આવો જાણીએ આ ત્રણેય મોડલની કિંમત કેટલી હશે અને તેમાં કયા ફિચર્સ ઉપલબ્ધ થવાના છે.

માત્ર 7999 રૂપિયામાં 32 ઇંચનું ટીવી
32 ઇંચના નોન-સ્માર્ટ ટીવી મોડલની કિંમત 7999 છે જે એલઇડી સ્ક્રીન, એચડી રિઝોલ્યુશન અને 2 એચડીએમઆઇ, 2 યુએસબી પોર્ટ સાથે આવે છે. 20Wનું ઓડિયો આઉટપુટ સાથે આ મોડેલમાં 2 સ્પીકર્સ છે. ડિજિટલ નોઇઝ ફિલ્ટર, ઓટોમેટિક વોલ્યુમ લેવલ, ઓડિયો ઇક્વલાઇઝર છે જેનો ઉપયોગ સીમલેસ મ્યુઝીક એક્સપીરીયન્સ કરવા માટે mp3/WMA  ઓડિયો સાથે થઈ શકે છે. 350 નિટ્સની બ્રાઈટનેસ અને સ્થિર કોન્ટ્રાસ્ટ રેશિયો સાથે અસાધારણ દૃશ્યો પ્રદાન કરે છે.

43 ઇંચ અને 50 ઇંચનું આ સ્માર્ટ ટીવી શાનદાર છે.
43 ઇંચના યુએચડી/4કે મોડલની કિંમત 20,999 રૂપિયા અને 50 ઇંચના UHD/4K ટીવીની કિંમત 27,999 રૂપિયા છે જે 2જીબી રેમ, 8જીબી રોમ, 3 એચડીએમઆઇ પોર્ટ અને 2 યુએસબી પોર્ટને સપોર્ટ કરે છે. જે બજારમાં હાઈ-એન્ડ ટીવીની સમકક્ષ છે. આ મોડલ્સ HDR10, Chromecast સાથે આવે છે. ડીપ સરાઉન્ડ સાઉન્ડ સાથે ઇમર્સિવ ઓરલ અનુભવ પૂરો પાડવાના હેતુથી, બંને મોડેલોમાં 2 સ્પીકર્સ, ડિજિટલ નોઇઝ ફિલ્ટર અને 40-વોટનું સ્પીકર આઉટપુટ છે જે સરાઉન્ડ સાઉન્ડ ટેકનોલોજીને સપોર્ટ કરે છે.
સ્માર્ટ ટીવી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સંચાલિત છે, વપરાશકર્તાઓને ગૂગલ પ્લે સ્ટોર દ્વારા ઘણી એપ્લિકેશનો અને રમતોનો એક્સેસ મળશે. સૌથી મોટી વાત એ છે કે, યુઝર્સ રિમોટના સિંગલ ટચ દ્વારા એમેઝોન પ્રાઇમ, યુટ્યુબ અને સોની લિવનો ઉપયોગ કરી શકે છે.
ગ્રાહકોને 43 ઇંચ અને 50 ઇંચના ટીવી પર 500 નિટ્સ બ્રાઇટનેસ, બેઝલ-લેસ ડિઝાઇન, 4k રિઝોલ્યુશન, ગૂગલ આસિસ્ટન્ટ,આઇપીએસ પર એક પ્રકારનો હાઇ ઓડિયો-વિઝ્યુઅલ સિનેમેટિક અનુભવ મળશે. બંને ટીવીમાં પેનલ, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, 6000થી વધુ એપ્સ અને ગેમ્સ ઉપલબ્ધ છે, જેમાં એલોય સ્ટેન્ડ્સ સાથેની સ્લિક ડિઝાઇન છે.

સંકળાયેલા મુદ્દાઓ

Smart TV Television Westinghouse amazon sound system television
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ