western railway mission amanat safe passenger luggage
મિશન અમાનત /
હવે ટ્રેનમાં તમારો સામાન ભૂલી જાવ તો ચિંતા ન કરતાં, બસ આટલું કરવાથી મળી જશે પરત
Team VTV12:39 PM, 13 Jan 22
| Updated: 12:45 PM, 13 Jan 22
સામાન્ય રીતે લોકોને ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે સામાન ચોરી થાય તેવો ડર સતાવતો રહે છે. એવામાં હવે યાત્રા દરમ્યાન પોતાના સામાનની ચિંતા કરવાની જરૂર નથી. કારણકે પશ્ચિમ રેલવેએ રેલવે પ્રોટેક્શન ફોર્સ સાથે મળીને મિશન અમાનતની શરૂઆત કરી છે.
મિશન અમાનત હેઠળ રેલવેના પ્રવાસીઓને મોટી રાહત
ટ્રેનમાં મુસાફરી સમયે સામાન ખોવાય તો ટેન્શન નહીં લેવાનું
પશ્ચિમ રેલવેએ RPF સાથે મળીને 'મિશન અમાનત' શરૂ કર્યું
પ્રવાસીઓની સુરક્ષા માટે RPFની એક નવી પહેલ
આ મિશન હેઠળ પ્રવાસી પોતાના ખોવાયેલા સામાનને સરળતાથી ટ્રેક કરી શકે છે અને તેને પાછો મેળવી શકે છે. એટલેકે પ્રવાસીઓની સાથે-સાથે તેના સામાનની સેફ્ટી અને સુરક્ષા નક્કી થાય છે. પશ્ચિમ રેલવેએ ટ્વિટ કરી કહ્યું કે પ્રવાસીઓએ પોતાનો ખોવાયેલો સામાન પાછા મેળવવાનુ સરળ બનાવવા માટે પશ્ચિમ રેલવેના RPFએ એક નવી પહેલ કરી છે. મિશન અમાનત હેઠળ ફોટોની સાથે ખોવાયેલા સામાનની માહિતી પશ્ચિમ રેલવેની સત્તાવાર વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવે છે. જેને પ્રવાસી આરપીએફની વેબસાઈટ http://wr.indianrailways.gov.in પર ખોવાયેલા સામાનનું વિવરણ ચિત્રોની સાથે જોઈ શકાય છે.
A novel initiative " Mission Amanat" has been taken by RPF / WR to make it easier for the passengers to get back their lost luggage.
પશ્ચિમ રેલવેના એક અધિકારીએ પ્રેસ નોટ જાહેર કરી જાણકારી શેર કરતા કહ્યું, વર્ષ 2021 દરમ્યાન જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી પશ્ચિમ રેલવે ઝોનના રેલવે સુરક્ષા દળના કુલ 1317 રેલવે પ્રવાસીઓ સાથે સંબંધિત 2.58 કરોડ રૂપિયાનો સામાન ભેગો કરવામાં આવ્યો અને યોગ્ય વેરિફિકેશન બાદ તેમને તેમના વાસ્તવિક માલિકોને પાછો આપી દેવામાં આવ્યો.
આ સુવિધા ઓપરેશન 'મિશન અમાનત' હેઠળ આપવામાં આવી
પ્રવાસીઓને આ સુવિધા રેલવે પ્રોટેક્શન ફોર્સ ઓપરેશન 'મિશન અમાનત' હેઠળ આપવામાં આવી છે. જેના માટે પશ્ચિમ રેલવેના આરપીએફ ચોવીસ કલાક કામ કરે છે અને આખા દેશમાં રેલવેની સંપત્તિની સુરક્ષા કરે છે. પશ્ચિમ રેલવેએ એક અન્ય ટ્વિટમાં કહ્યું કે અનધિકૃત મુલાકાત પર પ્રતિબંધ લગાવવા માટે નિયમિત ટિકિટ તપાસ અભિયાન ચલાવીને એપ્રિલ 2021 થી ડિસેમ્બર 2021 સુધી યાત્રા કરી રહેલા પ્રવાસીઓને દંડ તરીકે 68 કરોડ રૂપિયા અને માસ્ક માટે 41.09 લાખ રૂપિયાની આવક જમા કરવામાં આવી છે.