Team VTV06:26 PM, 30 Mar 20
| Updated: 06:27 PM, 30 Mar 20
કોરોના વાયરસ લઈને પશ્ચિમ રેલ્વે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. જરૂરી ચીજવસ્તુઓ દેશના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડી શકાય તે માટે પશ્ચિમ રેલવે દ્વારા પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આવતીકાલથી (31 એપ્રિલ)એ અમદાવાદ કાંકરિયાથી રવાના થઈ પશ્ચિમ બંગાળના સાંકરેલ પહોંચશે. પાર્સલ એક્સપ્રેસ ટ્રેન આણંદ, વડોદરા, સુરત સહિતના જુદા જુદા સ્ટેશનો પર ઊભી રહેશે.
મેડિકલ સાધનો માટે દોડાવાશે એક્સપ્રેસ ટ્રેન
દવાઓ માટે દોડાવાશે એક્સપ્રેસ ટ્રેન
કાંકરિયાથી પશ્ચિમ બંગાળના સંકરેલ સુધી ચાલશે
લૉકડાઉનને લઇને કરોડોની ખોટ વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મેડિકલ સાધનો, ખાદ્યવસ્તુઓ માટે એક્સપ્રેસ ટ્રેન દોડાવામાં આવશે. તો દવાઓ, આવશ્યક ચીજવસ્તુઓ, નાના પાર્સલો માટે પણ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે. દૂધ ઉત્પાદન, ખાદ્યતેલ, મરી મસાલા, ગ્રોસરી, બિસ્કિટ અને કરિયાણાની સપ્લાય વિશેષ ટ્રેનો મારફત કરવામાં આવશે.
પાર્સલ સ્પેશિયલ ટ્રેન કાંકરિયાથી પશ્ચિમ બંગાળના સંકરેલ સુધી ચાલશે. રિટર્ન આ ટ્રેન સાકરેલીથી 4 એપ્રિલે 22:30 કલાકે ઉપડશે અને 6 એપ્રિલે 18:15 કલાકે કાંકરિયા અમદાવાદ પહોંચશે. બીજી પાર્સલ સ્પેશિયલ એક્સપ્રેસને બાંદ્રા ટર્મિનલથી લુધિયાણા સુધી ચાલશે. 31 માર્ચ સુધી પશ્ચિમ રેલ દ્વારા પાર્સલ એક્સપેસ ટ્રેન દોડાવશે.
પશ્ચિમ રેલવેએ રહિશોને લૉકડાઉનનું પાલન કરવા આપ્યા આદેશ
બીજી તરફ લોકડાઉન પગલે પશ્ચિમ રેલવે કર્મીઓ બહાર ફરતા હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ રેલવેએ રહિશોને લૉકડાઉનના ચૂસ્ત પાલનના આદેશ આપ્યા છે. સજ્જડ લોકડાઉનના પગલે પોલીસે પણ લોકોને ચેતવણી આપી છે. બહાર નીકળતા કોલોનીના રહીશો સામે રેલવે પોલીસ એક્શનમાં આવી છે.