Saturday, August 24, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ક્રિકેટ / ઇન્ડિઝ વિરુદ્ઘ પહેલી વનેડ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, આ ખેલાડીઓને મળશે ચાન્સ

ઇન્ડિઝ વિરુદ્ઘ પહેલી વનેડ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, આ ખેલાડીઓને મળશે ચાન્સ

T-20 હાલના વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને આ ફોર્મેટમાં 3-0થી એકતરફી અંદાજમાં હરાવ્યા પછી ટીમ ઇન્ડિયાએ આજે મેજબાન ટીમ વિરુદ્ઘ 3 મેચની વનડે સીરિઝ રમવા માટે ઉતરશે.

ટીમ ઇન્ડિયાનો પ્રયત્ન પોતાના સફળતાને ક્રમને આ રીતે જારી રાખવાનો છે. આ મેચ સાંજે 7 વાગે રમાશે. હેડ ટૂ હેડ વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે કાંટાની ટક્કર છે. બંને ટીમ અત્યાર સુધી કુલ 127 મેચ રમી ચૂકી છે જેમાંથી 60 મેચ ટીમ ઇન્ડિયાના નામે છે, તો વેસ્ટ ઇન્ડિઝ 62 મેચમાં જીત મેળવી ચૂકી છે. જ્યારે 2 મેચ ટાઇ અને 3 મેચનું કોઇ પરિણામ આવ્યુ નથી. વેસ્ટ ઇન્ડિઝમાં ટીમ ઇન્ડિયાએ કુલ 36 મેચ રમી છે, જેમાં 14 મેચ જીત મેળવી છે જ્યારે 20 મેચ વેસ્ટ ઇન્ડિઝના નામે છે. 2 મેચનું કોઇ પરિણામ મળ્યુ નથી. 

મિડલ ઓર્ડર પર થશે ફોકસ:

વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ હાર મળ્યા પછી ટીમ ઇન્ડિયા આ ફોર્મેટની પહેલી મેચ રમશે. દિગ્ગજ મહેન્દ્ર સિંબહ ધોનીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાને પોતાના મિડલ ઓર્ડરને લઇને સવાલો થઇ રહ્યા છે. ટીમ ઇન્ડિયા માટે વનડેમાં છેલ્લા કેટલાય સમયથી મિડલ ઓર્ડરને લઇને સમસ્યટા છે અને તમામ પ્રયત્નો કરવા છતાં કોઇ એવો બેટ્સમેન મળ્યો નથી. મેજબાનના વિરુદ્ઘ સીરિઝમાં ટીમ ઇન્ડિયાની પાસે યુવા ખેલાડીને રમાડવાનો અને મિડલ ઓર્ડર સેટ કરવાનો એક મૌકો છે. 

શિખરનું કમબેક:

વર્લ્ડ કપ દમરિયાન ઇજાગ્રસ્ત થયેલ શિખર ધવન આ મેચની સાથે વનડેમાં પરત ફરશે. ટીમ ઇન્ડિયાની તરફથી 130 મેચમાં 17 સેન્ચુરી કરનારા શિખર ધવન ફરી એક વખત રોહિત શર્માની સાથે ઑપનિંગ કરશે. જ્યારે કે.એલ.રાહુલ 4 નંબર પર અને કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા નંબર પર આવશે.

પાંચમા અને છઠ્ઠા નંબર પર કોણ?

કેદાર જાધવને પાંચમા  અને છઠ્ઠા પર બેટિંગ કરવાની આવશે તેવું લાગી રહ્યુ છે. રિષભ પંત કયા નંબર પર બેટિંગ કરવા આવશે તેના પર સવાલ છે. પંતે છેલ્લે T-20 મેચમાં નૉટઆઉટ ફિક્ટી કરી હતી. જોકે હવે મેચ દરમિયાન જોવાનું રહ્યુ કે કોણ પાંચમા અને છઠ્ઠા સ્થાન પર રમવા માટે આવશે.  

મનીષ- શ્રેયસમાં હરીફાઇ:

મિડલ ઓર્ડરમાં એક અન્ય પોઝિશન માટે દાવેદારી મનીષ પાંડે અને શ્રેયસ અય્યરની વચ્ચે હશે. પાંડે T-20 ઇન્ટરનેશનલ મેચમાં આશા અનુસાર, ફોર્મમાં ના હતા. એવામાં ટીમ મેનજમેન્ટ અય્યરને મૌકો આપી શકે છે. બૉલિંગની વાત કરવામાં આવે તો એક અઠવાડિયામાં 2 દેશમાં 3 T-20 ઇન્ટરનેશનલ રમાનારા ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે. એવામાં મોહમ્મદ શમીને રમાડી શકે છે. જ્યારે નવદીપ સૈની વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. T-20 અને વન ડે ટીમમાં કેટલાક ખિલાડીઓ અલગ છે. રાહુલ અને દીપક ચાહર વનડેમાં નથી, જ્યારે વોશિંગ્ટન સુંદર પણ 50 ઑવરની ટીમમાં નથી. વનડેમાં ટીમ ઇન્ડિયાની જોડી કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પરત ફરશે. ક્રૂણાલ પંડ્યાની જગ્યાએ કેદાર જાધવને વનડે ટીમમાં લેવામાં આવ્યો છે. 

ટીમ 
ટીમ ઇન્ડિયા:
વિરાટ કોહલી ( કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ.રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ અને નવદીપ સૈની

વેસ્ટ ઇન્ડિઝ:
જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, જોન કેમ્પબેલ, એવિન લુઇસ, શાઇ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેજ, ફેબિયન એલેન, કાર્લોસ બ્રેથવેટ, કીમો પૉલ, શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ અને કેમાર રોચ

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ