Team VTV04:54 PM, 20 Jun 19
| Updated: 04:58 PM, 20 Jun 19
કોલકતાથી કેટલાક દૂર સ્થિત ભાટપુરામાં ગુરુવારે ફરી હિંસા થઇ છે. અહીં એક સગીર યુવાનની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી છે. મૃતક સગીરની ઉંમર માત્ર 17 વર્ષ હતી. આ મામલામાં કુલ 2 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે.
સગીરનું નામ રામબાબૂ શા હતું. તે પાણી પુરી વેચતો હતો. જે ત્રણ લોકો ઘાયલ થયા છે. તેમની હાલત ગંભીર છે અને એમનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આ વિવાદમાં દેશી બોમ્બ અને ગોળીબાર નો ઉપયોગ થયો છે. પોલીસે સ્થિતિ પર કાબૂ કરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જ્યારે કેટલીક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ફાયરિંગ કરવી પડી હતી. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે.
આ ઘટના ઉત્તર 24 પરગના જિલ્લામાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દ્નારા નવા પોલીસ સ્ટેશનની બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાના કેટલાક કલાક પહેલા બની છે. પોલીસ અધિકારીઓ જ્યારે રસ્તામાં હતા એના થોડા સમય પહેલા બોમ્બ ધમાકો થયો હતો. એ બાદ તેમનો કાફ્લો પાછો કોલકત્તા પરત ફર્યો હતો.
લોકસભા ચૂંટણી દરમિયાન પ.બંગાળમાં હિંસા ઘણા મામલા સામે આવ્યા હતા. પોલીસ અધિકારીઓ અને રેપિડ એક્શન ફોર્સની એક ટીમને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.