બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પશ્ચિમ બંગાળમાં ભીષણ માર્ગ અકસ્માત, કારે ત્રણ રિક્ષાઓને ટક્કર મારતા એક બાળક સહિત 7 લોકોના મોત
Last Updated: 08:32 AM, 15 March 2025
West Bengal Accident : પશ્ચિમ બંગાળથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં શુક્રવારે એક દુ:ખદ અકસ્માત થયો હતો. આ દરમિયાન ત્રણ મહિલાઓ અને એક બાળક સહિત લગભગ 7 લોકોના મોત થયા અને આઠ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં એક ઝડપથી આવતી કારે એક પછી એક ત્રણ ઈ-રિક્ષાઓને ટક્કર મારી હતી.
ADVERTISEMENT
આ અકસ્માત વિસ્તારના લક્ષ્મીગચ્છમાં થયો હતો જ્યારે ઇ-રિક્ષા સવારો ઘરે પરત ફરી રહ્યા હતા. વિરુદ્ધ દિશામાંથી આવતી એક ઝડપી SUV એ એક પછી એક ત્રણ ઈ-રિક્ષાઓને ટક્કર મારી જેમાં ઈલેક્ટ્રિક વાહનોમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને આઠ અન્ય ઘાયલ થયા જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા.
વધુ વાંચો : આજે દિલ્હી-યુપીમાં વાદળ વરસશે, પહાડી વિસ્તારોમાં હિમવર્ષા તો આ રાજ્યોમાં તપાવશે લૂ!
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.