પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. બીજેપીના મોટા નેતા મુકુલ રોય પોતાના દિકરા શુભ્રાંશુની સાથે TMCમાં પરત ફર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી, સાંસદ અભિષેક બેનર્જીની હાજરીમાં તેમણે ટીએમસી જોઈન કરી લીધું.
BJP national vice president Mukul Roy and his son Subhranshu Roy join TMC in the presence of West Bengal CM Mamata Banerjee, in Kolkata. pic.twitter.com/WS9oFE2J79
BJP લોકોનું રહેવું મુશ્કેલ કરી નાખે છે: મમતા
મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમની સાથે મુકુલ રોય પણ હાજર હતા. મમતાએ કહ્યું કે બીજેપીમાં ખૂબ વધારે શોષણ છે. તે લોકોનું રહેવું મુશ્કેલ કરી નાખે છે. બીજેપી સામાન્ય લોકોની પાર્ટી નથી. મમતાએ કહ્યું કે મુકુલ ઘરના જ છે. તેમની વાપસી થઈ છે. બાકી લોકો પાર્ટીમાં આવી શકે છે. તે સમયે મુકુલ રોયે કહ્યું કે હું બીજેપી છોડીને TMCમાં આવ્યો છું. હાલ બંગાળમાં જે સ્થિતિ છે. તે સ્થિતિમાં કોઈ બીજેપીમાં ન રહી શકે.
We welcome Mukul Roy. He will play an important role in the Party: West Bengal CM and TMC chief Mamata Banerjee pic.twitter.com/2oels5BGnD
તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને મોટી જીત મળ્યા બાદ ઘણા જૂના સહયોગી ટીએમસીમાં પરત ફરવા માંગે છે. તેમાં મુકુલ રોયનું નામ સૌથી ઉપર છે. મુકુલ રોય, બીજેપીમાં શુભેંદુ અધિકારીના મોટા કદના કારણે પરેશાન હતા. આ જ કારણ છે કે તે પોતાની જુની પાર્ટીમાં પરત ફરવા માંગતા હતા. મુકુલ રોય પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાની અટકળો વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મુકુલ રોય સાથે ફોન પર વાતચીત પણ કરી હતી.
કોલકતામાં થયેલી બીજેપી મિટિંગમાં ન હતા હાજર થયા મુકુલ રોય
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા કોલકતામાં યોજાયેલી બીજેપીની મિટિંગમાં મુકુલ રોય ન હતા પહોંચ્યા. તે ઉપરાંત મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી મુકુલ રોયની પત્નીને જોવા માટે પાર્ટી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ બન્ને ઘટનાઓ બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે મુકુલ રોય બીજેપી છોડી શકે છે. મુકુલ રોય ટીએમસી છોડનાર સૌથી પહેલા નેતા હતા.