West Bengal Home Secretary relieved of duty EC ends campaigning day
એક્શન /
ચૂંટણીપંચનો વધુ એક મોટો નિર્ણય, બંગાળમાં બે અધિકારીઓને ચૂંટણી ફરજ પરથી હટાવ્યા
Team VTV09:20 PM, 16 May 19
| Updated: 09:20 PM, 16 May 19
સાતમાં તબક્કાની ચૂંટણી પહેલા પંચે ડાયમંડ હાર્બરથી બે અધિકારીઓને ચૂંટણી ડ્યૂટીથી હટાવી દીધા છે. ટીએમસીનો ગઢ મનાઇ રહેલા ડાયમંડ હાર્બર બેઠક પરથી સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ચૂંટણી મેદાનમાં છે.
પશ્વિમ બંગાળમાં ગુરૂવારે પણ ચૂંટણી પંચે કેટલાક મોટા નિર્ણયો લીધા. ચૂંટણી પંચે રાજ્યમાં સાતમાં તબક્કાની ચૂંટણી પહેલા ડાયમંડ હાર્બરમાં બે અધિકારીઓને ચૂંટણી ડ્યૂટીથી હટાવી દીધા છે.
આયોગે ગુરૂવાર સાંજે એસડીપીઓ-ડાયમંડ હાર્બર મિથુન કુમાર ડે અને ઓફિસ ઇન્ચાર્જ- એમહર્સ સ્ટ્રીટ કૌશિક દાસને તાત્કાલિક ચૂંટણી ડ્યૂટીથી હટાવી દીધા છે. ટીએમસીનો ગઢ માનવામાં આવી રહેલ ડાયમંડ હાર્બર બેઠક પરથી સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ચૂંટણી મેદાને છે.
Election Commission of India: Mithun Kumar Dey, SDPO Diamond Harbour (West Bengal) & Kaushik Das, Office In-Charge Amherst Street (West Bengal) stands relieved with immediate effect. Both the officers shall not be given any election related posts. pic.twitter.com/lOdaUlmc3R
ઉલ્લેખનીય છે કે બુધવારે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરતા ચૂંટણી પ્રચારના સમયમાં 24 કલાકનો સમય ઘટાડ્યો હતો. કેટલાક વિપક્ષી દળોએ આયોગના આ નિર્ણયની ઉગ્ર નિંદા કરી હતી.
જણાવી દઇએ કે મંગળવારે કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડશો દરમિયાન ઉગ્ર હોબાળો થયો. ભાજપ અને ટીએમસીએ હિંસા માટે એક બીજાને જવાબદાર ગણાવ્યા હતા. ચૂંટણીપંચે હિંસા પર કાર્યવાહી કરતા ચૂંટણી પ્રચારના સમયમાં ઘટાડો કર્યો હતો. આ સાથે જ પ્રમુખ સચિવ ગૃહ અને સ્વાસ્થ્યને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા હતા અને સીઆઇડીએ એડીજી રાજીવ કુમારને પણ હટાવી દીધા હતા.