રાજકારણ /
લાખોની ભીડ બંગાળમાં ભાજપને જીતાડી ન શકી, ત્રીજી વખત બનશે મમતા સરકાર
Team VTV12:52 PM, 02 May 21
| Updated: 05:38 PM, 02 May 21
ભારતમાં ચાર મોટા રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે ત્યારે બંગાળમાં ત્રીજી વખતે મમતા બેનર્જીનો દબદબો દેખાઈ રહ્યો છે.
ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભા ચૂંટણી
બંગાળમાં મમતા બેનર્જી જ ફરી બનાવશે સરકાર
ભાજપનું સપનું રોળાયું, જોકે લેફ્ટ-કોંગ્રેસના સૂપડા સાફ
સાંજે 5.30 વાગ્યા બાદનું તાજા અપડેટ :
કુલ સીટ
TMC
BJP
CONG+
OTH
292
216
75
0
1
મમતાએ ખેલા કરી દીધો
ભારતમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે ત્યારે સૌથી વધારે લોકોનું ધ્યાન પશ્ચિમ બંગાળ પર ટકેલું છે. બંગાળમાં માનવામાં આવી રહ્યું હતું કે મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે પરંતુ પરિણામોમાં એવું જોવા મળી રહ્યું નથી. બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ આરામથી ત્રીજી વાર સત્તામાં આવશે. જોકે મમતા બેનર્જી માટે ચિંતાની વાત છે તેઓ પોતે જે સીટ પરથી લડ્યા છે, તે નંદીગ્રામમાં અધિકારી મમતા બેનર્જી કરતાં સવારથી આગળ જ ચાલી રહ્યા છે.
ભાજપની કરારી હાર, લેફ્ટ-કોંગ્રેસના સૂપડા સાફ
બપોરન 12 વાગ્યા સુધીના ટ્રેન્ડ અનુસાર મમતા બેનર્જીની ટીએમસીએ ડબલ સેન્ચુરી ફટકારી છે અને ભાજપને 100ની પાર જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર જોવા મળી રહી છે પરંતુ ભાજપની હાર નિશ્ચિત દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી માટે મમતા બેનર્જી માટે કેમ્પેન કરનારા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ભાજપ ત્રણ અંકને પાર નહીં કરી શકે, અને તેમની આ ભવિષ્ય વાણી સાચી પડતી દેખાઈ રહી છે. બપોરના 12 વાગ્યા સુધીના ટ્રેન્ડ અનુસાર TMC 202 જ્યારે ભાજપ 88 સીટ પર આગળ છે.
ભાજપ માટે સારી વાત એ કહી શકાય કે જે રાજ્યમાં તેમનું અસ્તિત્વ જ ન હતું તે રાજ્યમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. લેફ્ટ તથા કોંગ્રેસના વોટ જ તૂટીને ભાજપમાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. જે રાજ્યમાં લેફ્ટ પાર્ટીએ દાયકાઑ સુધી રાજ કર્યું તેમાં લેફ્ટને એક બેઠક, માત્ર એક બેઠક માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કયા રાજ્યમાં શું છે પરિસ્થિતિ?
ભારતમાં ચાર મોટા રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે ત્યારે બંગાળમાં ત્રીજી વખતે મમતા બેનર્જીનો દબદબો દેખાઈ રહ્યો છે. જ્યારે આસામમાં ફરીથી ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે તે નક્કી થઈ ગયું છે, કેરળમાં પણ આજે ઇતિહાસ રચાયો છે જેમાં પીનરાઈ વિજયનના નેતૃત્વમાં લેફ્ટ ફરીથી સરકાર બનાવશે. કોંગ્રેસ આ વખતે કોઈ પણ રાજ્યમાંથી સારા સમાચાર પ્રાપ્ત થયા નથી, એક પણ રાજ્યમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી શકી નથી. ચૂંટણીના પરિણામોમાં દક્ષિણની રાજનીતિમાં સ્ટાલિન એક મોટો ચહેરો બનીને સામે આવ્યા છે જ્યારે પિનરાઈ વિજયનનું પણ કદ વધ્યું છે. આસામમાં ભાજપના સારા પ્રદર્શન માટે લોકો હિમંતા બિસ્વા શર્માને ક્રેડિટ આપી રહ્યા છે જ્યારે બંગાળમાં લોકોએ દેખાડી દીધી છે કે સોનાર બાંગલા મમતા બેનર્જીના રાજમાં જ આવી શકે છે.