બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:20 PM, 15 October 2024
રાત્રિના સમયે એક સ્પીડિંગ બાઇકે એક SUVને ક્રોસિંગ પર ટક્કર મારી હતી, પરિણામે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ કરુણ અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેના ફૂટેજ બાદમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
This is why you should never drink and ride and do race only in tracks !
— Aadharamos | I follow Back | I reply if yu mention (@aadharamos) October 13, 2024
This happened last night at coochbehar , West Bengal .
Bike rider along with two passengers in car died on spot !
This is scary 😰 please ride safe 🙏 pic.twitter.com/Z9USRvda3V
રિપોર્ટ અનુસાર, આ ઘટના 11 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં બની હતી. ક્લિપમાં જોઈ શકાય છે કે બે વાહનો એકબીજા સાથે અથડાતા જ બાઈકમાં આગ લાગી હતી, જ્યારે એસયુવીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ બાઇક સવાર અને કારમાં બેઠેલા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ટાટા ગ્રુપમાં માયાની માયાજાળ! કોણ છે આ 34 વર્ષની આ હુસ્નપરી, જેની ચર્ચા ચોમેર
વીડિયો શેર થયા બાદ લોકોએ તેના પર ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી. મોટાભાગના લોકોએ બાઇક સવારની ટીકા કરી અને તેને અકસ્માત માટે જવાબદાર ગણાવ્યો, જ્યારે અન્ય લોકોએ ભયાનક અથડામણના ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.