પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપૂરથી જીતવા જઈ રહ્યા છે. તેમણે આ સીટ પર બમ્પર લીડ મેળવી લીધી છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ખુરશી પરથી સંકટ ટળ્યું
ભવાનીપુરથી ભારે મતોથી જીત નિશ્ચિત
બપોર સુધીમાં હાંસલ કરી લીધી બમ્પર લીડ
આજે એક બાજુ જ્યાં ગુજરાતનાં ગાંધીનગરમાં મનપા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યાં બીજી તરફ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટાચૂંટણી પર પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ પેટા ચૂંટણી ખાસ હતી કારણ કે મમતા બેનર્જીનું ભવિષ્ય આ ચૂંટણી પર નક્કી હતું.
અજેય લીડ મેળવી લીધી
બપોરે એક વાગ્યા સુધીમાં 12 રાઉન્ડની મતગણતરી ભવાનીપુરમાં સમાપ્ત થઈ ગઈ છે જેમા મમતા બેનર્જીએ અજેય લીડ મેળવી લીધી છે. મમતા બેનર્જી ભારતીય જનતા પાર્ટીનાં પ્રિયંકા ટીબ્રેવાલથી 35 હજાર વોટથી આગળ છે. મમતા બેનર્જીને જીતનાં વધામણાં પણ આવવાના શરૂ થઈ ગયા છે અને તૃણમૂલ કોંગ્રસનાં કાયરકર્તાઓએ જશ્ન પણ શરૂ કરી દીધું છે. પશ્ચિમ બંગાળમાં ફરીવાર ખેલા હોબે ખેલા હોબેનાં નારા લાગી રહ્યા છે અને રાજ્યમાં TMC કાર્યકરો નાચી કૂદી રહ્યા છે.
#UPDATE | After 11th round of counting, West Bengal CM Mamata Banerjee leads by 34,000 votes in Bhabnipur Assembly by-election
કેમ જરૂરી હતી જીત
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા હતા. જોકે તેમની પાર્ટી જીતી ગઈ હતી અને તેઓ મુખ્યમંત્રી બન્યા. બંધારણ અનુસાર સીએમ બન્યા બાદ છ મહિનામાં ધારાસભ્ય બનવું જરૂરી છે તેથી ભવાનીપુરમાં પેટાચૂંટણી લડી ધારાસભ્ય બનવા માટે મમતા બેનર્જી માટે આજે જીત ખૂબ જરૂરી હતી. હવે મમતા દીદીનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે.
ભવાનીપુર સિવાયની પણ બંને સીટ પર તૃણમૂલ કોંગ્રેસ જ આગળ ચાલી રહી છે. ભવાનીપુરમાં કુલ 21 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે જે બાદ આધિકારિક રીતે જીત જાહેર કરવામાં આવશે. મમતા બેનર્જીનાં ભાઈ બાબુન બેનર્જીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે જીતનું માર્જિન 60 હજારથી વધારે હશે અને જશ્ન મનાવીશું. નોંધનીય છે કે મમતા બેનર્જીનાં સૌથી વિશ્વાસુ તેમના ભત્રીજા અભિષેક બેનર્જી સવારે જ મમતાનાં નિવાસ સ્થાને પહોંચી ગયા હતા.
યુપીનાં પૂર્વ સીએમ અખિલેશ યાદવે મમતા બેનર્જીને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે મમતા દીદીની જીત સત્યમેવ જયતેની રીત છે.