west bengal bjp leaders wants to go return in mamata banerjee
પશ્ચિમ બંગાળ /
ભાજપની ચિંતામાં થઈ શકે છે વધારો, દીદી સાથે પરત જવાનો પ્લાન કરી રહ્યા છે આ મોટા નેતા
Team VTV11:39 AM, 06 Jun 21
| Updated: 11:40 AM, 06 Jun 21
બંગાળમાં એવા નેતાઓનું લિસ્ટ લાંબુ છે જે ટીએમસીમાં પરત આવવા માંગે છે.
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઉથલપાથલ
બીજેપીના નેતાઓ ફરી ટીએમસીમાં પરત આવવા માંગે છે
બીજેપી પાર્ટીને છોડીને દીદીની પાર્ટીમાં આવવા માંગે છે આ નેતાઓ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. એવું લાગી રહ્યું છે કે આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ બીજેપીના ઘણા નેતાઓ નારાજ છે અને તે મમતા બેનર્જીની સાથે ફરી એક વખત હાથ મિલાવવા માંગે છે.જે પહેલા દીદીની સાથે હતા. બીજેપી નેતા મુકુલ રોયના દિકરા શુભ્રાંશું રોય વારંવાર એવા સંકેત આપી રહ્યા છે કે તે મમતા પર્ટીથી દૂર નથી ગયા. શનિવારે તેમણે બેનર્જીને ધન્યવાદ આપ્યો છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ મુશ્કેલીના સમયમાં તેમના પરિવારના ખબર અંતર પુછ્યા તેના માટે તે મુખ્યમંત્રીના આભારી છે. આ પહેલા તેમણે ફેસબુર પોસ્ટ દ્વારા બીજેપીને ઈશારો ઈશારોમાં આત્મમંથનની સલાહ પણ આપી દીધી હતી.
એક ઈન્ટરવ્યૂમાં શુભ્રાંશુ રોયે મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "એક વિરોધી પક્ષમાં હોવા છતાં અભિષેક પાછલા બે અઠવાડિયાથી મારી માતાના ખબર અંતર પુછી રહ્યા છે. તે મારી માતાને જોવા આવ્યા હતા. હું તેમનો આભારી છું." આ વચ્ચે મુકુલ રોયે પોતાના પત્તા નથી ખોલ્યા. માનવામાં આવી રહ્યું છે કે આવા નેતાઓની લિસ્ટ લાંબી છે જે ટીએમસીમાં પરત આવવા માંગે છે. આ લિસ્ટ પર નજર કરીએ તો....
મુકુલ રોય
મુકુલ રોય વર્ષ 2017માં ટીએમસી છોડીને બીજેપીમાં શામેલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમના દમ પર જ બીજેપીએ 2019ના લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 18 સીટ જીતી હતી. અટકળો લગાવવામાં આવી રહી છે કે થોડા સમય પહેલા જ પુરી થયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના ખરાબ પ્રદર્શન બાદ હવે મુકુલ રોય ટીએમસીમાં પરત ફરી શકે છે.
દીપેન્દુ વિશ્વાસ
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ટિકિટ ન મળવાના કારણે બીજેપીમાં શામેલ થયેલા દીપેન્દુ વિશ્વાસ ઉત્તર 24 પરગના બશીરહાટ દક્ષિણ ક્ષેત્રના ધારાસભ્ય છે. બેનર્જીને લખેલા પત્રમાં વિશ્વાસે કહ્યું કે તેમણે પાર્ટી છોડીને એક ખોટો નિર્ણય લીધો છે. અને તે હવે પરત ફરવા માંગે છે. તેમણે કહ્યું કે, પદ છોડવાનો તેમનો નિર્ણય ભાવનાત્મક હતો. તેમણે બશીરહાટ દક્ષિણ ક્ષેત્રમાંથી કામ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે.
સોનાલી ગુહા
ચૂંટણી પહેલા ભાજપમાં શામેલ થયેલી સોનાલી ગુહાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને પાર્ટી છોડવા માટે તેમની માફી માંગી અને તેમને પરત લેવા માટે આગ્રહ કર્યો હતો. ગુહા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પત્રમાં તેમણે કહ્યું કે ભાવુક થયા બાદ તેમણે પાર્ટી છોડી દીધી. તેમણે લખ્યું, "હું તૂટેલા મનથી આ લખુ છું કે મે ભાવુક થઈને પાર્ટીમાં શામેલ થવાનો નિર્ણય લીધો હતો."
સરલા મુર્મૂ
સરલા મુર્મૂ, જેમણે કથિત રીતે પોતાની સત્તાધારી પાર્ટી દ્વારા તેમને આપવામાં આવેલી ટિકિટથી નાખુશ થવાના કારણે કેપ બદલી લીધી હતી. મુર્મૂએ કહ્યું કે તે ઈચ્છે છે કે પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જી તેમને માફ કરી દે. મુર્મૂએ પોતાના માલદા સ્થિત ઘર પર એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "જો તે મને સ્વીકારે છે તો હું તેમની સાથે રહીશ અને પાર્ટી માટે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરીશ."