બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / West bengal bankura accident girl hair got stuck in a sky swing died after falling from a height of 20 feet

પશ્ચિમ બંગાળ / મેળામાં દર્દનાક મોત મળ્યું.! ચકડોળમાં ફસાયા યુવતીના વાળ, 20 ફૂટ ઉપરથી નીચે પડતાં પ્રાણ પંખેરૂ ઉડ્યું

Manisha Jogi

Last Updated: 07:57 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લામાં દર્દનાક ઘટના સામે આવી છે. રાઈડની બેરિંગમાં યુવતીનો વાળ ફસાઈ જતા 20 ફૂટની ઉંચાઈએથી પટકાતા થયું મૃત્યું.

  • પશ્ચિમ બંગાળના બાંકુડામાં શુક્રવારના રોજ સર્જાઈ ઘટના. 
  • ચરક મેળામાં યુવતીને મળ્યું મોત.
  • બેરિંગમાં વાળ ફસાઈ જતા લટકતો રહી યુવતી.

પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લામાં દર્દનાક ઘટના સામે આવી છે. સ્થાનિક યુવતી ચરક મેળામાં ગઈ હતી અને ચકડોળમાં બેઠી હતી. આ ચકડોળની બેરિંગમાં યુવતીનો વાળ ફસાઈ ગયો હતો. જેના કારણે તે 20 ફૂટની ઉંચાઈથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું છે. આ યુવતીનું નામ પ્રિયંકા બાઉરી હોવાનું સામે આવ્યું છે. શુક્રવારના રોજ આ દર્દનાક ઘટના સામે આવતા લોકો સ્તબ્ધ રહી ગયા હતા. પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર યુવતી મેળામાં ફરવા માટે ગઈ હતી. નાગરડોલાના બેરિંગમાં વાળ ફસાઈ જતા આ આ મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. 

નાગરડોલામાં ફસાયો યુવતીનો વાળ, ઘણી વાર સુધી લટકતી રહી
મેળામાં હાજર રહેલ લોકોએ જણાવ્યું છે કે, તેના વાળ ખુલ્લા હતા. અચાનક તેના વાળ બેરિંગમાં ફસાઈ ગયા હતા, જેથી તે બૂમો પાડવા લાગી હતી. આ રાઈડ બંધ કરી દેવામાં આવી. પ્રિયંકા ઘણી વાર સુધી ત્યાં જ લટકતી રહી અને તે નીચે પડી ગઈ. તેને આ ગંભીર હાલતમાં બાંકુડા સમ્મિલિની મેડિકલ હોસ્પિટલ લઈ જવામાં આવી. તેની તબિયત વધુ બગડતા હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. સ્થાનિક સૂત્રો અનુસાર બાંકુડા શહેરના એકેશ્વરમાં ગજન મેળો શરૂ થયો હતો. ભાદુલ ગામની 20 વર્ષની પ્રિયંકા આ મેળામાં ગઈ હતી. સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, યુવતીના ખુલ્લા વાળ નાગરડોલામાં ફસાઈ ગયા જતા આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. તે નાગરડોલાની સીટ પરથી પડી ગઈ અને તરફ લટકી ગઈ. થોડી વાર સુધી ત્યાં જ લટકી રહી અને પછી જમીન પર પડી ગઈ હતી. 

મેળાના આયોજકનું નિવેદન
મેળાના આયોજક લાલમોબન દેવઘરિયાએ આ અંગે નિવેદન આપ્યું છે. તેઓ જણાવે છે કે, આજે સવારે જ આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. નગરડોલામાં એક યુવતી બેઠી હતી અને તેના વાળ ખુલ્લા હતા. તેના વાળ રોકરના બેરિંગમાં ફસાઈ ગયા. ત્યારપછી તે 20 ફૂટની ઉંચાઈએથી નીચે પડી ગઈ. અમે તાત્કાલિક મંદિર સમિતિના લોકોએ યુવતીને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી, પરંતુ હોસ્પિટલમાંથી પીજીમાં રેફર કરી દેવામાં આવી. મેળો બંધ કરી દેવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bankura West Bengal West Bengal accident girl hair stuck in swing modipravas પશ્ચિમ બંગાળ મેળો બાંકુડા દુર્ઘટના West Bengal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ