બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:10 PM, 13 April 2022
ADVERTISEMENT
રાજસ્થાનના જૈસલમેરમાં રેલ્વે સ્ટેશન રોડ પર બાબા બાવડી પાસે એક દુકાન પર ઉભેલા પાંચ લોકો અચાનક જમીનમાં સમાઈ ગયા હતા. આ દરમિયાન તેમના પર મોટરસાઈકલ પણ પડ્યું હતું. આ ઘટનાનો સીસીટીવી ફુટેઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
નાળા ઉપર રાખેલી પટ્ટી ધસી જતાં પાંચ યુવકે નીચે સમાઈ ગયા હતા. એક બાઈક પણ આ પાંચેય પર આવીને પડી હતી. જો કે, સારી વાત એ છે કે, આ નાળામાં પાણી નહોતું. પાંચેય યુવકોને સામાન્ય ઈજા થઈ છે. આ દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં યુવક વાત કરતા કરતા અચાનક નાળામાં જઈ સરકી જાય છે. આ કિસ્સો જૈસલમેરનો છે.
ADVERTISEMENT
હકીકતમાં જોઈએ તો, રેલ્વે સ્ટોશનની આગળ બાબા બાવડીના મુખ્ય રસ્તા પર શ્રવણ ચૌધરીની ટાયરની પંચરની દુકાન છે. દુકાન બહાર વરસાદી નાળુ પસાર થાય છે. નાળા પર પથ્થરની પટ્ટીઓ રાખવામાં આવી હતી. જોકે, નાળુ હાલમાં સુકાયેલુ છે. દુકાનદાર સાથે બે યુવક કામ કરી રહ્યા હતા.
આ દરમિયાન બોલેરો સવાર બે યુવક ગાડીનું પંચર કરી રહ્યા હતા. એક યુવક બેસીને પંક્ચર કરવા લાગ્યા. બાકીના ચાર લોકો ઉભા ઉભા વાત કરી રહ્યા હતા. નાળા પર એક બાઈક, ટાયર અને અન્ય સાધનો રાખ્યા હતા. નાળા પર એક બાઈક અન ટાયર તથા અન્ય સાધાનો રાખ્યા હતા. ત્યારે અચાનક નાળા પરની પટ્ટી તૂટી ગઈ અને જોત જોતામાં પાંચેય યુવકો બાઈક સહિત નાળામાં ખાબક્યા હતા. સારી વાત એ છે કે, નાળુ સુકુ હતું , એટલા માટે હળવી ઈજા થઈ હતી. યુવકો જાતે જ નાળામાંથી બહાર આવ્યા હતા અને બાઈકને પણ કાઢી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT