બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'went to water in the field and died due to cold', farmer father of two daughters died due to cold in Siddhapur, outrage with crying in the family

પાટણ / ખેતરમાં પિયત કરવા ગયા અને ઠંડીને લીધે ગયો જીવ, બે દીકરીઓની છત્રછાયા છીનવાઇ, પરિવારમાં આક્રંદ સાથે આક્રોશ

Vishal Khamar

Last Updated: 06:30 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિધ્ધપુર તાલુકામા સમોડા ગામે ઠંડીના કારણે એક ખેડૂતનું મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે રાત્રીના સુમારે જ્યારે ખેડૂત ખેતરમાં પાણી વાળવા ગયા હતા

  • સિધ્ધપુરના સમોડા ગામે ઠંડીથી ઠુંઠવાતા ખેડૂતનું મોત
  • મૃતક બળદેવજી જેસંગજી ઠાકોર બે દીકરી હતા પિતા
  • દિવસે વીજળી આપવામાં આવતી હોત તો નાં ગયો હોત જીવ: મૃતકનાં ભાઈ

 બનાસકાંઠાને અડીને આવે પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકામા સમોડા ગામે ઠંડીના કારણે એક ખેડૂતનું મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટૂી પડ્યું હતું. ત્યારે રાત્રીના સુમારે જ્યારે ખેડૂત ખેતરમાં પાણી વાળવા ગયા હતા. ત્યારે ઠંડીના કારણે ઠુંઠવાઈ જતા બળદેવજી જેસંગજી ઠાકોરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં રસ્તામાં જ તેઓનું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે બળદેવજી ઠાકોરને સંતાનમાં બે દિકરીઓ છે.  પરિવારે ઘરનો મોભી ગુમાવતા પરિવારજનોમાં શોકનું મોજું ફળી વળ્યું હતું.

મૃતકના  ભાઈ શું કહે છે
પાટણ પંથકમાં પડી રહેલ કાતિલ ઠંડીનો ખેડૂત ભોગ બન્યો છે. ઠંડીના પ્રકોપથી એક ખેડૂત પરિવારનો માળો વિખરાયો છે.  ત્યારે વીજ તંત્ર દ્વારા રાત્રે વીજળી આપવામાં આવતી હોઈ બળદેવજી ઠાકોર રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા હતા અને ઠંડીમાં ઠુંઠવાઈ જતા તેઓનું મોત નિપજ્યું છે તેવો આક્ષેપ મૃતકના ભાઈએ કર્યો છે. 

મૃતક

ખેડૂત અગ્રણી શું કહે છે
 આ બાબતે ખેડૂત અગ્રણી જયેશ પટેલે કહ્યું હતું કે સરકાર દ્વારા ચૂંટણી પહેલા દિવસે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને આપી પણ હતી. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ વીજ તંત્ર દ્વારા ફરી રાતે વીજળી આપવાનું શરૂ કર્યું હતું. તેના લીધે આજે ખેડૂત બળદેવજી જેસંગજી ઠાકોરે જીમ ગુમાવવા પડ્યો છે.  ત્યારે ખેડૂત બળદેવજીને સંતાનમાં બે દિકરીઓે હોઈ દિકરીઓએ તેના પિતાની છત્ર છાયા ગુમાવી છે.

મેં બે-ત્રણ દિવસ પહેલા દિવસે વીજળી આપવા રજૂઆત કરી હતી
 આ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મેં સરકારમાં બે-ત્રણ દિવસ પહેલા જ ખેડૂતોને દિવસે વીજળી આપવાની રજૂઆત કરી હતી.  જ્યારે વડાપ્રધાને કિસાન સૂર્યોદય યોજનાની  શરૂઆત કરી હોય અને રાતે વીજળી આપે. રાતે વીજળી આપવાથી એક ખેડૂતે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે એકબાજુ તમે ખેડૂતના હિતની વાત કરો છે અને રાતે વીજળી આપો છે તે કેટલું યોગ્ય છે.  ખેડૂતને જગતના તાત કહેવામાં આવે છે ત્યારે ખેડૂત જ લાચાર બનીને ઠંડીમાં ઠુંઠવાઈ જાય તે કેટલું યોગ્ય.

સંકળાયેલા મુદ્દાઓ

Patan farmar samoda siddhpur ઠંડીમાં ઠુંઠવાયા મોત patan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ