Well-known ghazal singer Manhar Udhas performed Join BJP
ગાંધીનગર /
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જાણીતા ગઝલકાર મનહર ઉધાસે કર્યો કેસરીયો, આ ગુજરાતી કલાકારો પણ ભાજપમાં જોડાયા
Team VTV05:01 PM, 02 Aug 22
| Updated: 06:34 PM, 02 Aug 22
ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત મનહર ઉધાસ સહિતના અન્ય કલાકારો ભાજપમાં જોડાયા, ગુજરાતી ગઝલનું 36મુ આલ્બલ આસમાન કરાયું વિમોચન
વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપનું સદસ્યતા અભિયાન
જાણિતા ગઝલ ગાયક મનહર ઉધાસ ભાજપમાં જોડાયા
મનહર ઉધાસ સાથે અન્ય કલાકારો પણ ભાજપમાં જોડાયા
ગુજરાતી ગઝલનું 36મુ આલ્બમ આસમાન પણ કરાયું વિમોચન
વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેવાં આજે તેવામાં સંગીતની દુનિયામાં મોટું નામ ધરાવતા મનહર ઉધાસ હવે કેસરીયો ધારણ કર્યો છે. આજે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે તેમણે ખેસ પહેરાવી આવકાર્યા હતા. મનહર ઉધાસની સાથે અન્ય કલાકારોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. દિવસેને દિવસે જાણીતી હસ્તીઓ ભાજપનો ખેસ ધારણ કરી રહી છે. પોતાના ગીત-ગઝલોથી સંગીતની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરનારા મનહર ઉધાસ હવે કેસરિયા કર્યા છે. મનહર ઉધાસ સાથે અન્ય કલાકારો પણ ભાજપમાં જોડાયા હતા. આજે મૌસમ મહેતા, પાયલ શાહ, મલકા મહેતા ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
આ સાથે મ્યુઝિક ડારેક્ટર મૌલિક મહેતા, સુનિલ વિસરાની, કાર્તિક દવે, યશ બારોટ અને આશિષ કૃપાલા ભાજપમાં જોડાયા છે. આજે કમલમ ખાતે ગુજરાતી ગઝલનું 36મુ આલ્બમ આસમાન પણ વિમોચન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, 17 JUNના રોજ ગાંધીનગર કમલમમાં ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરાવ્યો હતો. જેમાં કેટલાક ગુજરાતી ફિલ્મ કલાકારો ભાજપમાં જોડાયા હતા.. જેમાં રાગી જાની, બિમલ ત્રિવેદી, આંચલ શાહ, સંજયસિંહ ચૌહાણ, પ્રાપ્તિ અજ્વાળીયાએ કેસરીયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.