બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Weight Loss Tips yo yo dieting for weight loss side effects

Yo Yo Dieting / વજન ઓછું કરવા આવા શૉર્ટકટ વાપરતા હોય તો સાવધાન, લેવાના દેવા પડશે

Arohi

Last Updated: 07:51 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weight Loss Tips: ડાયટિંગની મેટાબોલિઝમ પર પણ નેગેટિવ અસર પડે છે. તેનાથી લાંબા સમય સુધી વજન કંટ્રોલમાં નથી રાખી શકાતું. તેનાથી ફેટની સાથે મસલ્સ ઘટી જાય છે અને મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે.

  • વધતુ વજન આપે છે બિમારીને આમંત્રણ 
  • વજન ઓછુ કરવા ન વાપરતા શૉર્ટકટ
  • નહીં તો થઈ શકે છે સ્વાસ્થ્યને મુશ્કેલીઓ

વધતું વજન પોતાની સાથે ઘણી બીમારીઓ લઈને આવે છે. તે પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરી શકે છે સાથે જ બીમાર પણ કરે છે. તેનાથી બચવા માટે ઘણા લોકો જલ્દી વજન ઓછુ કરવા માંગે છે અને તેના શોર્ટકટ અપનાવે છે જે ખતરનાક સાબિત થઈ શકે છે. 

યો યો ડાયટિંગ પણ વજન ઓછુ કરવાની અનહેલ્ધી રીત માનવામાં આવે છે. તેને વેટ સાયકલિંગ પણ કહે છે. તેને ફોલો કરવા પર વજનમાં તો ઝડપથી ફેરફાર થાય જ છે પરંતુ વારંવાર વજન વધતું પણ રહે છે. આવો જાણીએ વજન ઓછુ કરવાની આ શૉર્ટકટ રીતોના કેટલા નુકસાન છે. 

ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર અસર 
એક રિસર્ચમાં ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર યો યો ડાયટિંગના નેગેટિવ ઈફેક્ટ જોવા મળ્યા છે. આ રિસર્ચમાં વેટ સાયકલિંગથી પસાર થઈ રહેલા 13 મેલ અને 23 ફીમેલ પાર્ટિસિપેન્ટ્સનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે વજન ઓછુ કરવાનો નિર્ણય તેમણે સ્વાસ્થ્યને થતા નુકસાનના કારણે નહીં પરંતુ સોશલ પ્રેશરના કારણે લીધો હતો. જેની કિંમત તેઓ ચુકવી રહ્યા છે. 

વજન ઘટાડવા અપનાવી હતી આ રીત
આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ઘણા પાર્ટિસિપેન્ટ્સે વજન ઓછુ કરવા માટે બીન જરૂરી અને અસ્થાયી રીતો પણ અપનાવી તેમાં ફૂડ અને કેલેરીને સંપૂર્ણ રીતે રોકી દીધી, કેલેરી કાઉન્ટનું વધારે પ્રેશર લેવું, એકદમ લો કાર્બ ડાયેટ કે હાઈટ ડ્રગ્સનું સેવન, સોશિયલ ઈવેન્ટ્સમાં ન જવા જેવી વસ્તુઓ શામેલ હતી. 

જેવું તેઓએ આ ડાયટિંગ પેટર્નને છોડી, તેમનું વજન પહેલા જેવું જ થઈ જતું. આ સ્ટડીમાં શામેલ બધા પાર્ટિસિપેન્ટ્સનો હેતું ફક્ત વેટ લોસ કરવાનો હતો. આલ્કોહોલ અને અનહેલ્ધી ભોજનથી બચવા માટે તેમણે ફ્રેડ્સ ખાવાનું બંધ કરી લીધુ. પરિવારથી દૂર થવા લાગ્યા, જેની અસર તેમની ઈમોશનલ હેલ્થ પર પણ પડી. 

વધુ વાંચો: 100 દવાઓ પર ભારે પડશે આ ચીજનું દૂધ, બીમારીઓ આસપાસ પણ નહીં ફરકે, જાણો ફાયદા

મેટાબોલિઝમ થયું ખરાબ 
યો યો ડાયટિંગની મેટાબોલિઝમ પર પણ નેગેટિવ અસર પડી. તેનાથી લાંબા સમય સુધી વજન કંટ્રોલમાં ન રાખી શકાય. તેનાથી ફેટની સાથે મસલ્સ ઘટી જાય છે અને મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે. વારંવાર વજન ઓછુ થવું અને વધવાથી હાર્ટના દર્દી પર પણ અસર પડે છે અને ઈંસુલિન સેંસિટિવિટી પણ બગડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Health News Weight Loss Tips yo yo dieting મેટાબોલિઝમ Weight Loss Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ