weight loss here is why you should not skip carbs from your diet
હેલ્થ ટિપ્સ /
વજન ઓછુ કરનારા જો આવો ડાયટ પ્લાન હોય તો આજે જ બદલાવી નાખજો, એનર્જી લેવલ થશે ડાઉન, જાણી લો કામની વાત
Team VTV11:03 PM, 27 Mar 23
| Updated: 11:06 PM, 27 Mar 23
ઘણા લોકો છે જેઓ તેમની વેઇટ લોસની જર્નિ દરમિયાન ઓછા કાર્બોહાઇડ્રેટ ખોરાક(લો કાર્બ્સ ડાયેટ) લેવાનું શરૂ કરે છે
કાર્બોહાઇડ્રેટ આપણા શરીર માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે
કાર્બોહાઇડ્રેટ્સનું સેવન ભૂખ અને ક્રેવિંગથી પણ રાહત આપે છે
લો કાર્બ્સ ડાયેટને લાંબા સમય સુધી જાળવી રાખવું ખૂબ જ મુશ્કેલ છે
જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ કાર્બોહાઇડ્રેટને પોતાના દુશ્મન માને છે. એવા ઘણા લોકો છે જેઓ તેમની વેઇટ લોસની જર્નિ દરમિયાન ઓછા કાર્બોહાઇડ્રેટ ખોરાક લેવાનું શરૂ કરે છે અથવા ઘણા એવા છે જેઓ આ સમય દરમિયાન કાર્બોહાઇડ્રેટનું બિલકુલ સેવન કરતા નથી. જો તમે પણ આવું જ કંઈક કરો છો તો જાણી લો કે આ તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. આપણા શરીરને તમામ વસ્તુઓની મર્યાદિત માત્રામાં જરૂર હોય છે અને જ્યારે આ વસ્તુઓ આપણા શરીરને બિલકુલ મળતી નથી ત્યારે તેને શરીરને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો આવો જાણીએ કે વજન ઘટાડતી વખતે તમારે તમારા આહારમાંથી કાર્બોહાઇડ્રેટ્સ શા માટે સ્કિપ ના કરવા જોઈએ.
આ કારણે ડાયેટમાં સામેલ કરો કાર્બ્સ
1. મળે છે એનર્જી : કાર્બોહાઇડ્રેટ આપણા શરીર માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. જ્યારે તમે કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરો છો, ત્યારે શરીર તેને ગ્લુકોઝમાં તોડી નાખે છે અને પછી તેનો ઉપયોગ શરીરના તમામ ભાગોને ઊર્જા આપવા માટે કરે છે. જ્યારે તમે તમારા આહારમાંથી કાર્બોહાઇડ્રેટ્સને સંપૂર્ણ રીતે કટ કરો છો. ત્યારે તમને ખૂબ થાક લાગે છે, જેના કારણે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ કરવી અને સક્રિય રહેવું ખૂબ મુશ્કેલ બને છે. ઉપરાંત, તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
2.એથ્લેટિક પર્ફોમન્સ સારું થાય છેઃ જો તમે નિયમિતપણે કસરત કરો છો, તો તમારા એથ્લેટિક પર્ફોમન્સને સુધારવા માટે કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્કઆઉટ દરમિયાન કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવાથી તમને એનર્જી મળે છે. કાર્બોહાઇડ્રેટ્સ વિના, તમને વર્કઆઉટ કરવું વધુ મુશ્કેલ અને પુનઃપ્રાપ્ત થવામાં વધુ સમય લાગી શકે છે.
3. ભૂખ અને ક્રેવિંગને કરે છે શાંતઃ કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવાથી તમારું શરીર ઇન્સ્યુલિન રિલિઝ કરે છે, જે તમારા શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કાર્બોહાઇડ્રેટ્સનું સેવન ભૂખ અને ક્રેવિંગથી પણ રાહત આપે છે. જ્યારે તમે તમારા આહારમાંથી કાર્બોહાઇડ્રેટ્સને કટ કરો છો, તો તે તમને ખૂબ ભૂખ અને ક્રેવિંગનો અનુભવ કરાવે છે, જેના કારણે તમે વધુ ખાઓ છો અને તમારું વજન વધવા લાગે છે.
4. મૂડને નિયંત્રિત કરે છેઃ કાર્બોહાઇડ્રેટ્સ તમારા મૂડ પર પોઝિટિવ અસર કરે છે. જ્યારે તમે કાર્બોહાઇડ્રેટ્સ ખાઓ છો, ત્યારે તમારું શરીર સેરોટોનિનને મુક્ત કરે છે, એક ન્યુરોટ્રાન્સમીટર જે તમારા મૂડને વધુ સારુ કરે છે અને ચિંતા ઘટાડી શકે છે. કાર્બોહાઇડ્રેટ્સ વિના તમે ચીડિયાપણુ અને હતાશ અનુભવો છો.
5. પોષક તત્ત્વોની ઉણપ થાય છે પૂરીઃ ફળો, શાકભાજી અને આખા અનાજ જેવા ઘણા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ખોરાકમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. જો તમે તમારા આહારમાંથી કાર્બોહાઇડ્રેટ્સ કટ કરો છો, તો તમારા શરીરને ઘણા જરૂરી પોષક તત્વો નથી મળતા, જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
લો કાર્બ્સ ડાયેટથી થતુ નુકશાનઃ
નિષ્ણાતોનું કહેવુ છે કે, લો કાર્બ્સ ડાયેટને લાંબા સમય સુધી જાળવી રાખવું ખૂબ જ મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે તમે ક્યાંક મુસાફરી કરી રહ્યા હોય. લો કાર્બ્સ ડાયટ લેવાથી શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપ થાય છે, જેના કારણે પાચન અને શરીરને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તમારે મર્યાદિત માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવું જરૂરી છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.