મોટાભાગના લોકો વેઈટ લોસને એક ટાર્ગેટ તરીકે જોવે છે. આ કારણોસર તેઓ ખૂબ જ ઝડપથી હાર માની લે છે. ડાયટિંગ અને જીમ વગર પણ પેટની ચરબી ઓછી થઈ શકે છે. જે માટે તમારે સવારે આ 7 ડ્રિંક્સ પીવાની રહેશે.
વજન ઓછું કરવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી
વેઈટલોસ માટે સવારે આ 7 ડ્રિંક્સ પીવાની રહેશે
વજન ઘટાડવા માટે જીવનશૈલી બદલવી જરૂરી છે
વજન ઓછું કરવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી. ડાયટિંગ અને જીમ વગર પણ પેટની ચરબી ઓછી થઈ શકે છે. જે માટે તમારે સવારે આ 7 ડ્રિંક્સ પીવાની રહેશે. મોટાભાગના લોકો વેઈટ લોસને એક ટાર્ગેટ તરીકે જોવે છે. આ કારણોસર તેઓ ખૂબ જ ઝડપથી હાર માની લે છે અથવા ફરીથી જાડા થવા લાગે છે. વજન ઘટાડવા માટે જીવનશૈલી બદલવી જરૂરી છે. જેમાં તમે સવારે શેનું સેવન કરો છો, તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મોર્નિંગ રૂટીનથી આરોગ્ય પર ખૂબ જ ખરાબ અસર થાય છે અને ચરબી પીગળવા લાગે છે.
લીંબુ પાણી
સવારના સમયે એક ગ્લાસ હુંફાળા લીંબુ પાણીનું સેવન કરવું તે મેટાબોલિઝ્મ માટે ખૂબ જ જરૂરી છે. લીંબુ પાણીથી શરીર હાઈડ્રેટ રહે છે અને વિટામીન સી મળે છે. જેનાથી ઈમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થાય છે અને ફ્રી રેડિકલ્સથી થતા ડેમેજથી બચાવે છે.
ગ્રી ટી
ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે EGCGનું કેટેચિન પ્રદાન કરે છે, જેનાથી મેટાબોલિઝમ ઝડપથી થવા લાગે છે અને વજન સંતુલિત રહે છે. મેદસ્વીતાનું કારણ બનતું બ્લડ શુગર પણ કંટ્રોલમાં રાખે છે.
બ્લેક કોફી
બ્લેક કોફીમાં ઓછી કેલરી હોય છે, જે કેફીન અને એન્ટીઓક્સિડેન્ટ્સ પ્રદાન કરે છે. કેફીન મેટાબોલિઝ્મમાં વૃદ્ધિ કરે છે અને ઝડપથી ચરબી ઓગાળવામાં મદદ કરે છે.
તજની ચા
તજની ચાનું સેવન કરવાથી બ્લડ શુગર રેગ્યુલેટ થવાની સાથે સાથે ઈન્સ્યુલિન રેજિસ્ટેંસ ઓછા થાય છે. આ ચાનું સેવન કરવાથી પાચન યોગ્ય પ્રકારે થાય છે અને પેટની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત બેલી ફેટ પણ ઓછી થાય છે.
એલોવેરા જ્યૂસ
એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી મેદસ્વીતા IBS, હાઈ બ્લડ શુગર અને નબળી ઈમ્યૂન સિસ્ટમની સમસ્યા માટે ગુણકારી છે. એલોવેરા જ્યૂસનું સીમિત માત્રામાં જ સેવન કરવું જોઈએ.
ચિયા સીડ્સનું પાણી
વજન ઓછું કરવાની સાથે પ્રોટીન લેવું પણ જરૂરી છે. ચિયા સીડ્સના પાણીનું સેવન કરવાથી વધુ ભૂખ લાગતી નથી અને વજન ઝડપથી ઓછું થાય છે. ચિયા સીડ્સમાં પ્રોટીન, ફાઈબર, ઓમેગા 3 ફેટી એસિડ સહિત અન્ય પોષકતત્ત્વો હોય છે.
હળદર અને મરીનું પાણી
હળદર કરક્યૂમિન પ્રદાન કરે છે, જેનાથી સોજો ઓછો થાય છે. મરી મેટાબોલિઝમમાં વૃદ્ધિ કરીને ચરબી ઓગાળવાનું કામ કરે છે. હળદર અને મરીના પાણીનું સેવન કરવાથી વજન ઝડપથી ઓછું થાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)